IPL 2021ના બીજા ફેઝ અગાઉ હાર્દિક પંડ્યાએ ફ્લોન્ટ કરી નવી ઘડીયાળ, કિંમત જાણી તમને પેઢીઓનો વિચાર આવશે

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઘડિયાળોનો ઘણો શોખ છે અને તે કેટલાક ઇન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ પણ કરી ચૂક્યો છે. આઈપીએલ-૨૦૨૧ના બીજા ફેઝ માટે હાર્દિ પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ સાથે યુએઈ પહોંચી ગયો છે. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી ઘડિયાળનો ફોટોગ્રાફ શેર કર્યો છે. આ ઘડિયાળની કિંમત જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. હાર્દિકની આ ઘડિયાળની ઘણી ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે.

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં છેલ્લી તસવીર તેની ઘડિયાળની છે. હાર્દિક પંડ્યાએ Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ પહેરી છે. જેની કિંમગ પાંચ કરોડ રૂપિયાથી વધુ છે. હાર્દિકને મોંઘી ઘડિયાલોની સાથે લક્ઝરી ગાડીઓનો પણ ઘણો શોખ છે.

હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે અને વિવિધ પોસ્ટ શેર કરતો રહે છે. અત્યારે તે મુબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે આઈપીએલ-૨૦૨૧ની સેકન્ડ ફેઝની તૈયારીઓમાં લાગી ગયો છે. સેકન્ડ ફેઝનો પ્રથમ મુકાબલો ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસેથી પરત ફર્યો છે. જ્યાં તેના ખરાબ ફોર્મને કારણે ઘણી ટીકા થઈ રહી છે. હાર્દિક આઈપીએલ દરમિયાન ફોર્મ પરત મેળવવાનો પ્રયાસ કરશે કારણ તે તે પછી ટી-૨૦ વર્લ્ડ કપ રમાનાર છે.

Translate »