BJPના મોટા નેતાએ આમિર ખાનને માર્યો જબરદસ્ત ટોણોં, કહ્યું- દાદા બનવાની ઉંમરમાં ત્રીજી પત્ની શોધી રહ્યો છે

આમિર ખાન અને કિરણ રાવ બન્ને લગ્નના 15 વર્ષ બાદ અલગ થઇ ગયા છે, અને બન્નેનુ કહેવુ છે કે તે ફેંસલો કર્યો છે તે પોતાના દીકરા આઝાદના પેરેન્ટ્સ રહેશે. આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા. ગયા અઠવાડિયે આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ આપીને પોતે તલાક લેવાની જાહેરાત કરી હતી. ત્યારે લોકોએ પણ જોરદાર ટ્રોલ કર્યા હતા અને હવે એક બીજેપી સાંસદે પણ આમિરને ટોણો માર્યો હતો.

બીજેપી મોટા નેતા ગણાતા સુધીર ગુપ્તાએ આમિર ખાન વિશે પોતાના બે બોલ કહ્યા છે. મધ્યપ્રદેશના મંદસૌર પરથી બીજેપી સાંસદ સુધીર ગુપ્તાએ આમિર ખાનને દેશમાં જનસંખ્યા અસંતુલન માટે દોષી બતાવ્યો છે. તેમને પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરી દીધો છે. સુધીર ગુપ્તાએ કહ્યું કે, દાદા બનવાની ઉંમરમાં આમિર ખાન ત્રીજી પત્નીની શોધ કરી રહ્યો છે.

વિગતે વાત કરીએ તો સુધીરે કહ્યું કે- આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાને બે બાળકોની સાથે છોડી ગયો, કિરણ રાવ એક બાળકની સાથે અને હવે દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે. ખાન જેવા લોકોની પાસે ઇંડા વેચવા સિવાય નોકરી માટે કોઇ દિમાગ નથી. એટલે કે ખાન જેવા લોકોની પાસે નોકરી માટે દિમાગ નથી હોતુ, તે ફક્ત ઇંડા જ વેચી શકે છે.

Translate »