BIG Breaking: મોંઘવારીનો વધુ એક ડામ, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.3નો વધારો, લોકો વાંકા વળી જવાના છે

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

સામાન્ય જનતા પર મોંધવારીનો વધુ એક માર પડ્યો છે. તાજેતરમા ખાધ તેલના ભાવમા વધારો થયો હતો. આ બાદ એક મોટા સમાચાર દૂધને લઈને આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતની કંપની અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો

દૂધના ભાવમા થયેલા આ વશારા બાદ હવે અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 66, અમૂલ ફ્રેશ રૂ. 54 પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ રૂ. 56 પ્રતિ લિટર અને અમૂલ ભેંસના દૂધની કિંમત હવે રૂ. 70 પ્રતિ લિટર થશે.

ગુરુની મહાદશા ખૂબ જ શુભ અને ફળદાયી નીવડશે, 16 વર્ષ સુધી આ લોકોના બેંક ખાતામાં પૈસાનો ધોધમાર વરસાદ થશે

બસ ખાલી 5 દિવસ અને આ રાશિના લોકોને સોનાનો સુરજ ઉગશે, બુધ દિવસ-રાત નોટોનો વરસાદ કરશે, તિજોરી ભરાઈ જશે

BREAKING: અદાણીનો દાયકો પુરો, અમીરોની યાદીમાં સૌથી ગરીબ બનીને ટોપ-20 માંથી બહાર, શેરમાં પણ ભૂકંપ આવ્યો

અમૂલે ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રતિ લિટર ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાવ વધારો દૂધના ઉત્પાદન અને સંચાલન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમારા સભ્ય સંગઠનોએ ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોના ભાવમાં 8-9 ટકાનો વધારો કર્યો છે. ડિસેમ્બરમાં મધર ડેરીએ દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન)માં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.


Share this Article
Leave a comment