Politics News: શનિવારે કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. પોતાની ટીમની જાહેરાત કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશનો ચાર્જ પાછો લઈ લીધો છે અને તેમની જગ્યાએ અવિનાશ પાંડેને જવાબદારી સોંપી છે. પ્રિયંકા ગાંધી પાસે હાલમાં કોઈ રાજ્યની જવાબદારી નથી. મોહન પ્રકાશને બિહારના પ્રભારી બનાવાયા છે, જ્યારે સુખજિંદર સિંહ રંધાવા રાજસ્થાનના પ્રભારી રહેશે.
સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. કેસી વેણુગોપાલ સંગઠનના મહાસચિવ રહેશે. અજય માકનને ખજાનચી બનાવવામાં આવ્યા છે. દીપા દાસ મુનશીને કેરળની કમાન સોંપવામાં આવી છે. તારિક અનવરનું નામ જાહેર કરાયેલી યાદીમાં નથી.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
કયા રાજ્યની કમાન્ડ કોને સોંપવામાં આવી?
દિપક બાબરિયાને દિલ્હી, મુકુલ વાસનિકને ગુજરાત, રણદીપ સુરજેવાલાને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે. કુમારી શૈલજાને ઉત્તરાખંડ, જીએ મીર ઝારખંડ અને જયરામ રમેશને કોમ્યુનિકેશનની જવાબદારી સોંપવામાં આવી છે. રમેશ ચેન્નીથલાને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. રાજીવ શુક્લાને હિમાચલ પ્રદેશ અને ચંદીગઢની જવાબદારી સોંપવામાં આવી છે. સુખજિંદર સિંહ રંધાવાને રાજસ્થાન અને દેવેન્દ્ર યાદવને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. માણિકરાવ ઠાકરેને ગોવા, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.