અનંત અંબાણી પહોંચ્યો સાંઈ બાબાના દર્શને, જાણો સંસ્થાન ટ્રસ્ટમાં કર્યુ કેટલું દાન આપ્યું?

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

તાજેતરમાં હુરુનની દાતાઓની યાદી “EdelGive Hurun India Philanthropy List 2022” બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર સૌથી આગળ હતા. આ યાદીમાં મુકેશ અંબાણી ત્રીજા સ્થાને છે. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ હવે મોટી રકમ દાન કરી છે. અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનના પુત્ર અનંત અંબાણીએ શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST), શિરડીને રૂ. 1.5 કરોડનું દાન આપ્યું છે. અનંત 24 ઓક્ટોબરે સાંઈ બાબાના દર્શન કરવા મંદિર ગયો હતો. શ્રી સાંઈ ટ્રસ્ટે આ માહિતી આપી હતી.

ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે અનંત અંબાણી લગભગ એક કલાક સુધી મંદિરમાં રોકાયા હતા. તેમણે બપોરે આરતી પણ કરી હતી. તેમની સાથે ટ્રસ્ટના સીઈઓ હાજર રહ્યા હતા. બાદમાં અનંતે સીઈઓને ચેક સોંપ્યો હતો. શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST), શિરડીના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે દાનમાં મળેલી રકમનો ઉપયોગ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ સાંઈ બાબાના ભક્તો માટે કરવામાં આવશે.

પ્રવક્તાએ એ પણ જણાવ્યું કે કોવિડ મહામારી દરમિયાન પણ અંબાણી પરિવારે સાઈ ટ્રસ્ટને મદદ કરી હતી. તે સમયે અંબાણીએ ટ્રસ્ટને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં અને RT-PCR ટેસ્ટ લેબ બનાવવામાં મદદ કરી હતી. આ સુવિધા સાંઈ બાબા મંદિર પાસે બનેલી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

બેંગલુરુના રહેવાસી સાઈ બાબાના ભક્ત આર પંચપકેસને દિવાળી પર મંદિરને ફૂલોથી સજાવવા માટે દાન આપ્યું હતું. બીજી તરફ કાનપુરની કવિતા કોટવાની કપૂર અને શનિ શિંગણાપુરના ગણેશ સાઠેએ મંદિર પરિસરમાં દિવાળી પર લાઇટ લગાવવા માટે દાન આપ્યું હતું.


Share this Article