Richard Mille Watch Price : તાજેતરમાં રાધિકા મર્ચન્ટ સાથેના એક આઉટિંગ દરમિયાન અનંત અંબાણીએ એક એવી ઘડિયાળ પહેરી હતી, જેને જોઈને દરેક હેરાન છે. આ ઘડિયાળ આઇસ ક્યુબ જેવી છે. The Richard Mille RM 52-04 “Skull” Blue Sapphire નામની આ ઘડિયાળની કિંમત ૨૨ કરોડ રૂપિયા છે. રિપોર્ટ મુજબ, આ ઘડિયાળના માત્ર ત્રણ પીસ બનાવવામાં આવ્યા છે. રિચાર્ડ મિલે બ્રાન્ડ તેની મોંઘી અને અનોખી ડિઝાઇન ઘડિયાળો માટે સ્વિસ વોચમેકિંગની દુનિયામાં પ્રખ્યાત છે. આ બ્રાન્ડ શ્રીમંત અને પ્રખ્યાત લોકો માટે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે.
યુનિક અને લક્ઝુરિયસ ઘડિયાળ
રિચર્ડ મિલીની ઘડિયાળ RM 52-04 “Skull” બ્લુ સેફાયરને હોરોલોજી (ઘડિયાળ બનાવવાની કળા)ની દુનિયામાં એક યુનિક અને લક્ઝુરિયસ ઘડિયાળ માનવામાં આવે છે. આ ઘડિયાળ રિચર્ડ મિલીના સ્પેશિયલ કસ્ટમર માટે જ ઉપલબ્ધ છે. લક્ઝરી વોચ સ્ટોર વિન્ટેજ ગ્રેલના મતે, આ ઘડિયાળને જોવાનો મોકો મળવો પણ બહુ દુર્લભ છે. રિચર્ડ મિલી બ્રાન્ડ પોતાના યુનિક અને કોમ્પ્લેક્ષ ડિઝાઇન માટે જાણીતું છે. તેની ઘડિયાળો માત્ર મોંઘી જ નથી, પણ તેમાં અત્યાધુનિક ટેકનોલોજી અને આર્ટનો મેળ છે. આ બ્રાન્ડ હોલીવુડ સેલિબ્રિટી, બિઝનેસમેન અને ફેમસ પ્લેયરોમાં બહુ પોપ્યુલર છે.
View this post on Instagram
લોકો આ આઈપીઓમાં રોકાણ કરી રહ્યા છે પૈસા, જીએમપી ₹80થી વધીને ₹95, હજુ પણ છે બોલી લગાવવાની તક
મિથુન અને સિંહ સહિત આ ચાર રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં મળી શકે છે સારી તકો
એમાં એવું ખાસ શું છે?
આ ઘડિયાળ એક જ સેફાયરના ટુકડામાંથી બનાવવામાં આવી છે અને તેમાં ખોપડી અને હાડકાં દેખાય છે. ઘડિયાળના બેક કેસમાંથી ખોપડીનો પાછળનો ભાગ અને તેનું મુવમેન્ટ સ્પષ્ટ દેખાય છે. રિચાર્ડ મિલે RM 52-04 “સ્કલ” બ્લુ સેફાયરની કિંમત USD 2,625,000 છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ₹22.5 કરોડ થાય છે.