કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું. કેન્દ્રીય બજેટના દિવસે સવારથી જ શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજેટ બાદ સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી પણ 17,900ને પાર કરી ગયો છે.
બજેટ દરમિયાન ભારતીય હોટેલ્સના શેરમાં 7% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત ગેસનો સ્ટોક 6%થી વધુ વધ્યો હતો. ડિક્શન ટેક્નોલોજીના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ચોલા ઈન્વેસ્ટમેન્ટ્સના શેરમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
Budget 2023: બજેટથી શેરબજારમાં ધમધમાટ, આ શેરોએ બતાવી તેજી, જો કે અદાણીને તો પીલુડાં જ પાડવાના રહ્યાં
જોકે, બજેટ દરમિયાન અદાણીના શેરમાં ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવર 5% ઘટ્યા હતા, જ્યારે ACCના શેર પણ 4% સુધી તૂટ્યા હતા. નાણામંત્રીએ બજેટમાં અનેક જાહેરાતો કરી હતી. અદાણી ટ્રાન્સના શેર 5% થી વધુ તૂટ્યા, જ્યારે અદાણી પોર્ટ્સના શેર 3% થી વધુ તૂટ્યા. તે જ સમયે, અદાણી ગ્રીનના શેરમાં પણ 3% થી વધુનો ઘટાડો થયો હતો.