બજેટ 2026: 1 ફેબ્રુઆરી નહીં, હવે આ દિવસે રજૂ થશે દેશનું બજેટ! મોદી સરકારનો મોટો નિર્ણય

Lok Patrika
By Lok Patrika

Union Budget 2026: કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2026 ના કેન્દ્રીય બજેટને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. દાયકાઓ જૂની પરંપરા મુજબ બજેટ 1ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા જ દેશનું લેખાજોખું રજૂ કરશે. આ સાથે જ તેઓ ભારતીય સંસદીય ઇતિહાસમાં અનેક નવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરશે.

કેમ બદલાઈ બજેટની તારીખ? જાણો નવું શેડ્યૂલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ફેબ્રુઆરી 2026 ના રોજ રવિવાર હોવાને કારણે બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. 29 જાન્યુઆરીએ ઈકોનોમિક સર્વે (આર્થિક સર્વેક્ષણ) રજૂ કરવામાં આવશે અને ૩૦ જાન્યુઆરી 2026, શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.


નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ: 9 મી વખત બજેટ રજુ કરશે
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ આ વખતે સતત 9મી વખત બજેટ રજૂ કરીને એક અનોખો રેકોર્ડ બનાવશે. તેમણે અગાઉ મોરારજી દેસાઈના સતત 6 બજેટ રજૂ કરવાના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ઉપરાંત, ભારતનું પ્રથમ ‘પેપરલેસ બજેટ’ (વર્ષ2021) રજૂ કરવાનો શ્રેય પણ તેમને જ જાય છે, જેમાં તેમણે પરંપરાગત બહી-ખાતાને બદલે ‘મેડ ઇન ઇન્ડિયા’ ટેબ્લેટનો ઉપયોગ કર્યો હતો.

સૌથી લાંબા ભાષણનો અનોખો રેકોર્ડ
નિર્મલા સીતારમણના નામે ભારતની સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. વર્ષ 202૦- 21 નું બજેટ રજૂ કરતી વખતે તેમણે 2 કલાક અને 42 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ પહેલા 2019માં પણ તેમણે 2 કલાક 17 મિનિટની સ્પીચ આપી હતી. એક મહિલા નાણામંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો ગૌરવશાળી રેકોર્ડ પણ હવે તેમના નામે વધુ મજબૂત થશે

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly