Business News: અદાણી ગ્રૂપના શેરોએ બે દિવસના ઘટાડા બાદ ગુરુવારે અદભૂત પુનરાગમન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ગૃપના શેરમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. આ કારણે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 6.42 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 53,229 કરોડનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી 98.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14મા ક્રમે છે. આ વર્ષે તેની નેટવર્થ $14.3 બિલિયન વધી છે. ગુરુવારના વધારા સાથે અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ રૂ. 15.66 લાખ કરોડે પહોંચ્યું છે.
ગુરુવારે અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો થયો હતો. BSE પર અદાણી ટોટલ ગેસના શેર 11.34%, અદાણી એનર્જી સોલ્યુશન્સ 11.10%, અદાણી ગ્રીન એનર્જી 9.66%, અદાણી એન્ટરપ્રાઇઝ 6.29% અને અદાણી પોર્ટ્સ 4.93% વધ્યા હતા. એ જ રીતે NDTVનો શેર 4.82%, અદાણી વિલ્મરનો શેર 4.40%, ACCનો શેર 4.11%, અંબુજા સિમેન્ટ્સનો શેર 4.04% અને અદાણી પાવરનો શેર 1.81% વધ્યો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘટાડાને કારણે આ કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 1.12 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
ગુરુવારે એલોન મસ્કની નેટવર્થમાં $5.02 બિલિયનનો ઘટાડો થયો હતો. આ સાથે તેમની કુલ સંપત્તિ ઘટીને $179 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થમાં $49.6 બિલિયનનો ઘટાડો થયો છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેના ચોથા સ્થાને સરકી જવાનો ભય છે. હાલમાં માર્ક ઝકરબર્ગ 177 અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $204 બિલિયન સાથે પ્રથમ સ્થાને છે અને જેફ બેઝોસ $201 બિલિયન સાથે બીજા સ્થાને છે. મુકેશ અંબાણી 110 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા નંબરે છે.