અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પર વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે સ્વિસ સત્તાવાળાઓએ અદાણી ગ્રૂપના સ્વિસ ખાતામાં જમા કરાયેલા $31 કરોડથી વધુને ફ્રીઝ કરી દીધા છે. હિંડનબર્ગનું કહેવું છે કે સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડમાં આ વાત સામે આવી છે. શોર્ટ સેલિંગ કંપનીનો દાવો છે કે 2021થી સ્વિટ્ઝર્લેન્ડમાં અદાણી વિરુદ્ધ મની લોન્ડરિંગ અને છેતરપિંડીની તપાસ ચાલી રહી છે. આ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.
જોકે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. જૂથનું કહેવું છે કે તેનું વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક, સંપૂર્ણ રીતે જાહેર અને તે દેશોના કાયદા અનુસાર છે. અદાણી ગ્રુપનું કહેવું છે કે તે સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં સામેલ નથી. કોર્ટના દસ્તાવેજોમાં ગ્રુપની કોઈપણ કંપનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, જૂથને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા માટે કોઈ વિનંતી પ્રાપ્ત થઈ નથી.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
શેરની સ્થિતિ
ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી ગ્રૂપ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ગ્રૂપ પર શેરના ભાવમાં હેરાફેરી સહિતની વિવિધ ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાણી ગ્રૂપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ તેના કારણે ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. જો કે, હવે અદાણી ગ્રૂપના શેર સુનામીમાંથી મોટા પ્રમાણમાં રિકવર થયા છે. પરંતુ હવે ફરી એકવાર હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં શુક્રવારે શરૂઆતી ટ્રેડિંગમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ગ્રૂપની દસ લિસ્ટેડ કંપનીઓમાંથી છ કંપનીઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાર શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.