હીરા અને જ્વેલરી ક્ષેત્રે ગુજરાતની બોલબાલા.. વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો 72% હિસ્સો, 90% હીરાનું પ્રોસેસિંગ સુરતમાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ભારતના જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને રાજ્ય વિશ્વના પ્રોસેસ્ડ હીરાનો 72% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં 450થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. આજે વિશ્વના 10માંથી 8 હીરા ગુજરાતમાં પ્રોસેસ થાય છે, અને તે રીતે ભારતની કુલ હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે. ગુજરાતના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે, જે 9 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, અને સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’ નું બિરૂદ આપવામાં આવ્યું છે.

હીરા ઉદ્યોગથી ધમધમતું સુરત

હીરા ઉદ્યોગની વધતી જતી માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટીની સ્થાપના કરી, જેમાં સુરત ડાયમંડ બુર્સ પણ આવેલું છે. SDB ભારતનું બીજું હીરા વેપારનું હબ છે, અને કદમાં પેન્ટાગોનથી પણ મોટું છે, જે 1,50,000 લોકોને સીધી રોજગારી આપે છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે સુરતની પ્રતિબદ્ધતા ભારતીય ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)માં સ્પષ્ટ થાય છે, જે હીરાના પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં સ્પેશિયલાઇઝેશન કોર્સ ઓફર કરે છે. 32,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની સાથે, IDI વૈશ્વિક ગુણવત્તાના ધોરણો જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને ગુજરાત સરકાર લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. જેમ જેમ કુદરતી હીરાનો વૈશ્વિક પુરવઠો ઘટતો જાય છે, તેમ તેમ માંગમાં વધારો થવાની અપેક્ષા છે, અને લેબ ગ્રોન ડાયમંડ્સ આ ખાડાને પૂરવા માટે સજ્જ છે. રાજ્ય લેબ ગ્રોન ડાયમંડના ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સપોર્ટ અને કૌશલ્ય વિકાસ સહિતની પહેલોનું નેતૃત્વ કરી રહ્યું છે.

ડાયમંડ ક્ષેત્રે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભાવિ વૃદ્ધિ મોટા રિટેલર્સ તથા બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત થાય તેવી અપેક્ષા છે, કારણ કે સ્થાપિત ખેલાડીઓ જ બજારને માર્ગદર્શન આપે છે. સોનાની આયાત પરના નિયંત્રણોમાં છૂટછાટ અને સોનાના ભાવમાં સ્થિરતાથી જ્વેલર્સ માટે વોલ્યુમમાં વૃદ્ધિ થવાની ધારણા છે. વધુમાં, 5G તકનીકોથી લઈને તબીબી પ્રક્રિયાઓ સુધી લેબ-ગ્રોન ડાયમંડની વધતી જતી ઔદ્યોગિક એપ્લિકેશનો, લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્ર માટે ઉજ્જવળ ભવિષ્યને દર્શાવે છે.

ભગવંત માનની ભૂંડી આદત તેની દિકરીએ જ છતી કરી, કહ્યું-પપ્પાએ ભાવનાત્મક અને શારીરિક શોષણ કર્યું

પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ગણાવ્યા ફાયદા

ડુંગળીના ભાવ તો નીચે આવશે.. પણ ખેડૂતોનું શું? જાણો સરકારનો સીધો જવાબ

જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકાર દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય આ સેક્ટર માટે વ્યૂહરચના, વિઝન અને એક્શન પ્લાન, ટેક્નોલોજીની ભૂમિકા અને આ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતના યોગદાન અંગેના નિર્ણાયક પાસાંઓને સમજવાનો છે.


Share this Article