ગૌતમ અદાણીએ આખી બાજી જ પલટી નાખી, અમીરોની યાદીમાં સીધા 13 નંબરની છલાંગ, જાણો નેટવર્થ કેટલી વધી ગઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા 24 જાન્યુઆરીના રોજ એક અહેવાલ બાદ અદાણી ગ્રૂપની મુશ્કેલી વધી હતી. એક મહિના કરતાં વધુ સમયથી જૂથના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાનેથી 35માં સ્થાને સરકી ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જૂથના ઘણા શેર સતત ઉપલા સર્કિટને સ્પર્શી રહ્યા છે અને સંયુક્ત માર્કેટ કેપ રૂ. 9 લાખ કરોડને પાર કરી ગયું છે.

અદાણીના શેરોમા સતત ઉછાળો

આનો ફાયદો ગૌતમ અદાણીને પણ થયો છે. છેલ્લા દસ દિવસમાં તે વિશ્વના અમીરોની યાદીમાં ઝડપથી આગળ વધ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી 54 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 22માં નંબર પર આવી ગયા છે. તાજેતરના સકારાત્મક સમાચારોને કારણે જૂથના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. બુધવારે તેમની નેટવર્થમાં $1.97 બિલિયનનો વધારો થયો હતો. જો કે, આ વર્ષે તેમની નેટવર્થમાં $66.5 બિલિયનનો ઘટાડો થયો છે.

જાણો ગૌતમ અદાણીની નેટવર્થ  

જૂથની તમામ દસ લિસ્ટેડ કંપનીઓના શેર બુધવારે વધ્યા હતા. પાંચ શેર ઉપલી સર્કિટને સ્પર્શીને બંધ થયા હતા. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ ત્રણ ટકા વધીને બંધ થયા હતા. આ સિવાય અન્ય પાંચ શેર પાંચ ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા જેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.lokpatrika advt contact

અમીરોની યાદીમાં મોટો ફેરફાર

આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 11માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં $170 મિલિયનનો વધારો થયો અને $83.6 બિલિયન સુધી પહોંચી ગયો. આ વર્ષે તેમની નેટવર્થમાં $3.51 બિલિયનનો ઘટાડો થયો છે.

માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

રાત્રે અમદાવાદમાં આગમન, સવારે મેચ, ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્પેશિયલ રથમાં સ્ટેડિયમની મુલાકાત… જાણો PM મોદીનું આખું શેડ્યુલ

BIG BREAKING: બોલિવૂડમાં કોઈ ક્યારેય ન પુરી શકે એટલી મોટી ખોટ, સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી આક્રંદનો માહોલ

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 187 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. એલોન મસ્ક બીજા, જેફ બેઝોસ ત્રીજા, બિલ ગેટ્સ ચોથા, વોરેન બફે છઠ્ઠા, સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, કાર્લોસ સ્લિમ અને સર્ગેઈ બ્રિન દસમા ક્રમે છે.


Share this Article