મુકેશ અંબાણીના પૌત્રના જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્ટનો મેળો ભરાયો, પોતાના બાળકોને લઈને આવ્યા, જુઓ એકથી એક હટકે તસવીરો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

જ્યારે અંબાણી પરિવારે થોડા દિવસો પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ પછી ભવ્ય પાર્ટી યોજી હતી ત્યારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાએ મુંબઈના જિયો ગાર્ડનમાં ભવ્ય જન્મદિવસની પાર્ટી આપી હતી.

બંનેએ તેમના પુત્ર પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસ પર પાર્ટી રાખી હતી, જે 10 ડિસેમ્બરે હતી. આ પાર્ટીમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ અને બિઝનેસ સુધીની ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

તસવીરોમાં જુઓ મુકેશ અંબાણીના પૌત્રના જન્મદિવસ પર સૌ કોણ અને કઈ અંદાજમાં પહોંચ્યા હતા.

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ મુંબઈના જિયો વર્લ્ડ ગાર્ડનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસ (10 ડિસેમ્બર) પછી રાખવામાં આવી હતી. આ અવસર પર આકાશ તેના પુત્રને પકડેલો જોવા મળ્યો હતો જ્યારે શ્લોકા વન-પીસમાં જોવા મળી હતી.

બંનેએ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યા હતા. તસવીરોમાં આકાશ અને શ્લોકા મહેતા ખૂબ જ ખુશ દેખાતા હતા.

પૃથ્વી અંબાણીના જન્મદિવસની ઉજવણીની થીમ વન્ડરલેન્ડ હતી. આ ગાર્ડનના એન્ટ્રી ગેટ પર વન્ડરલેન્ડ લખેલું હતું અને ગેટને વાદળી ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યો હતો.

આ પાર્ટીમાં કરણ જોહર તેના બે બાળકો રૂહી અને યશ સાથે પહોંચ્યો હતો. કરણ જોહર બ્લેક જેકેટ સાથે બ્લેક જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. બ્લેક ગોગલ્સ પહેરેલા જોવા મળ્યા હતા.

આ પાર્ટીમાં મુકેશ અંબાણી પહોંચતાની સાથે જ આકાશ અંબાણી પોતાના પિતાને રિસીવ કરવા કારની નજીક પહોંચી ગયા હતા. તેઓએ સાથે મળીને પાપારાઝીની સામે પોઝ આપ્યો.

આ પાર્ટીમાં ફેમસ ડિરેક્ટર અને રણબીરનો નજીકનો મિત્ર અયાન મુખર્જી કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા.  અયાન ચેક શર્ટ સાથે ગ્રે કલરની જીન્સ પહેરેલ હતા. આ સાથે કુણાલ પંડ્યા, પંખુરી પંડ્યા અને નતાશા પોતાના બાળકો સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા.


Share this Article