Post Office Scheme: પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ રોકાણ માટે બચતનું સારું માધ્યમ છે. પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે અને સારું વળતર પણ આપે છે. પોસ્ટ ઓફિસના ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના કાર્યક્રમ હેઠળ ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમાં ગ્રામ સુરક્ષા યોજનાનો પણ સમાવેશ થાય છે, જો તમે ગ્રામ સુરક્ષા યોજના માટે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે તમારા માટે 35 લાખ રૂપિયાનું વળતર સુનિશ્ચિત કરી શકો છો. મતલબ કે આ સ્કીમમાં દર મહિને 1500 રૂપિયા જમા કરીને તમે 35 લાખ રૂપિયા મેળવી શકો છો.
રોકાણકારને આ સ્કીમની આ રકમ 80 વર્ષની ઉંમરે બોનસ સાથે મળે છે. આમાં, જો સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિ 80 વર્ષની વય પહેલા મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને આ રકમ મળે છે.
19 વર્ષથી 55 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા 10,000 રૂપિયાથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે હપ્તા ચૂકવી શકે છે.
જબ્બર હોંશિયાર નીકળ્યો હિડનબર્ગ, એક જ ચાલ અને અદાણી-અંબાણી વચ્ચેની સ્પર્ધા જ જડબેસલાક બંધ થઈ ગઈ
ઈસકો બોલતે હૈ છપ્પર ફાકડે દિયા… એક લાખ રોકનારાને મળ્યા એક કરોડથી પણ વધારે, આ સ્ટોકે માલામાલ કરી દીધા
તમે ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદ્યા પછી લોન પણ મેળવી શકો છો. જો કે, પોલિસીની ખરીદીની તારીખથી 4 વર્ષ પછી જ લોન લઈ શકાય છે. આ સિવાય, જો પોલિસીની મુદત દરમિયાન પ્રીમિયમ ભરવામાં ડિફોલ્ટ હોય, તો તમે બાકી પ્રીમિયમની રકમ ચૂકવીને તેને ફરીથી શરૂ કરી શકો છો.