ગુરુવારે જ્યારે ફુગાવા રાહતના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે શેરબજારે પણ રોકાણકારોને ઉત્સાહથી ભરી દીધા હતા. પરંતુ આજે સવારે બજાર ખુલતાં શેરબજારે રોકાણકારોની અપેક્ષા પર પાણી ફેરવી દીધું હતું. બીએસઈ સેન્સેક્સમાં સવારે 10:30 વાગ્યા સુધીમાં લગભગ 1000 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી50માં પણ 300 પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે સવારે 10:42 વાગ્યા સુધીમાં નિફ્ટી 50 1.34 ટકા (329.25 પોઇન્ટ) ઘટીને 24,219.45 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સેન્સેક્ષમાં 1.35 ટકા (1,099.91) પોઇન્ટનો ઘટાડો થતાં 80,190.05 નું સ્તર જોવા મળ્યું. 80 હજારના સાયકોલોજિકલ લેવલ પર સેન્સેક્ષનો સારો સપોર્ટ માનવામાં આવી રહ્યો છે.
શા માટે શેરબજાર ઘટ્યું? આ રહ્યાં કારણો
શેરબજારમાં આજના મોટા ઘટાડા પાછળ કેટલાક કારણોનો ઉલ્લેખ નિષ્ણાતો કરી રહ્યા છે. સૌથી મોટું કારણ ડોલરની મજબૂતી છે. તદુપરાંત, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ચીનના અર્થતંત્રમાં તમામ પ્રયત્નો છતાં સુધારો જોવા મળી રહ્યો નથી. જીયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વી. કે. વિજયકુમારના હવાલાથી મનીકંટ્રોલે લખ્યું, “વધતો ડોલર ચિંતાનો વિષય છે, કારણ કે તે આયાત થતી વસ્તુઓની મોંઘવારીનું કારણ બની શકે છે.”
ટ્રેઝરી યીલ્ડમાં આ વર્ષે સૌથી મોટી સાપ્તાહિક વૃદ્ધિ જોવા મળી છે. આ કારણે અમેરિકામાં 2025માં વ્યાજદરમાં સંભવિત ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત, બેઇજિંગે દેવું અને વપરાશ વધારવાનું વચન આપ્યું હોવા છતાં, ચાઇનીઝ શેરોમાં વધારો જોવા મળ્યો ન હતો. આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રોકાણકારો અમેરિકા સાથે વેપાર તણાવથી ચિંતિત છે.
ઊઠતાં જ માલ વેચે છે વિદેશી રોકાણકારો!
ભારતમાં પણ વિદેશી રોકાણકારો ખરીદી કરતાં વધુ વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. વિજયકુમારે કહ્યું કે એફઆઈઆઈએ ફરીથી જે વેચાણ શરૂ કર્યું છે, તેણે બજાર સામે એક પડકાર ઊભો કરી દીધો છે. ૧૧ અને ૧૨ ડિસેમ્બરના રોજ એફઆઈઆઈએ ભારતીય શેરોમાં ૪,૫૭૨ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. તેમણે કહ્યું, “ભારતમાં ઊંચા મૂલ્યાંકનને જોતાં એફઆઈઆઈ દરેક જમ્પ પર વધુ વેચાણની સંભાવના છે. ચૂંટણી બાદ ડોલરમાં વધારાથી એફઆઈઆઈ માટે વેચાણ લાભદાયક રહ્યું છે.”
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
મોંઘવારીમાં રાહતની ખબર
જણાવી દઈએ કે ગઈકાલે ગુરુવારે છૂટક મોંઘવારીના આંકડા જાહેર થયા હતા. આ આંકડા મુજબ ગયા નવેમ્બરમાં મોંઘવારીનો વધારો દર ગયા વર્ષના નવેમ્બરની સરખામણીમાં ૫.૪૮ ટકા રહ્યો, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારીમાં ૬.૨૧ ટકાનો વધારો થયો હતો. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર પણ થોડી નરમાઈ સાથે ૯.૦૪ ટકા રહ્યો, જ્યારે ઓક્ટોબરમાં આ દર ૧૦.૮૭ ટકા હતો.