SBIમાં તમારું ખાતું હોય તો ખાસ વાંચજો, બેંકે એવો નિર્ણય કર્યો કે કરોડો લોકોના ખર્ચા વધી જશે, તમારા માટે ખાસ જાણવા જેવા સમાચાર

Lok Patrika
By Lok Patrika
Share this Article

જો તમે પણ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી લોન લીધી છે, તો આ સમાચાર તમારા માટે છે. બેંક તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. SBI દ્વારા બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ SBI પાસેથી લોન લેનારાઓની EME વધશે. અગાઉ RBIએ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર ત્રણ અલગ-અલગ સમયમાં લાગુ કરવામાં આવ્યો છે.

RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ સરકારી અને ખાનગી બેંકો ધિરાણ દરોમાં ફેરફાર કરી રહી છે. જેના કારણે બેંક લોનની ચુકવણી મોંઘી બની રહી છે. જોકે, બેન્કો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ SBIની BPLR આધારિત લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે.

BPLR સાથે જોડાયેલી લોનની ચુકવણી હવે પહેલા કરતા મોંઘી બનશે, કારણ કે BPLRનો દર વધારો પહેલા 12.75 ટકા હતો. અગાઉ આ દર જૂન મહિનામાં બદલવામાં આવ્યો હતો. બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટના વ્યાજ દરોમાં ફેરફાર કરીને નવા દરો આજથી લાગુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી SBIની વેબસાઈટ પર આપવામાં આવી છે. બેંકે બેઝ રેટમાં પણ 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ પછી, બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો છે. બેઝ રેટ પર લાગુ નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. બેઝ રેટને આધાર તરીકે લેવાથી લોન લેનારાઓની EMI પણ મોંઘી થશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly