7 વર્ષ બાદ કેન્દ્ર સરકારે કર્યા આ દિશામા મોટા ફેરફાર, દવાઓને લઈને સૌથી મહત્વના સમાચાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ સંબંધિત યાદી જાહેર કરવામાં આવી છે.

 

મળતી માહિતી મુજબ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા જાહેર કરાયેલી 384 દવાઓની યાદીમાં 34 નવી દવાઓનો આવશ્યક દવાઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આઉટગોઇંગ દવાઓની સૂચિમાંથી 26 દવાઓને દૂર કરવાનું કામ પણ કર્યું છે. મહત્વની વાત એ છે કે અગાઉ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી બહાર પાડવામાં આવી હતી.

 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં સુધારો અને ફેરફાર કરવાનું કામ કરવામાં આવે છે. વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને, ઉંડાણપૂર્વકની ચર્ચા અને વિચાર-વિમર્શ પછી જ દવાઓની યાદીમાંથી જૂની દવાઓને દૂર કરીને નવી દવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે 2015 પછી 2022માં આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં અનેક પગલાં સામેલ છે. આ બધા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે નિષ્ણાત સમિતિની લાંબી ચર્ચા અને મંથન બાદ જ આ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સુરક્ષા, ઉપલબ્ધતા અને લોકોને ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

 

મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ યાદી બહાર પાડવા પાછળનો હેતુ દવાને સસ્તું, સુલભ અને સામાન્ય લોકો સુધી પહોંચવામાં સરળ બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે સામાન્ય લોકોને સસ્તી દવા ઉપલબ્ધ થવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને જન ઔષધિમાં સસ્તી દવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Translate »