ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ભાજપમાં ટિકિટને લઈને ચાલી રહી છે મોટી માથપચ્ચી, આ 4 બેઠકો પર 8 દાવેદારો વચ્ચે ટિકિટની દોડ, ભાજપમા આંતરિક ડખાના એંધાણ

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ખાસ કરીને દરેક પાર્ટીના નેતાઓ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરી રહ્યા આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. ભાજપ સૌરાષ્ટ્રની બેઠકો પર સૌથી વધારે મહેનત કરી રહી હોય તેવુ દેખાઈ રહ્યુ છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર ભાજપમાં ચૂંટણી પહેલા ટિકિટ મેળવવા માટે દંગલ સર્જાયુ છે. આ વખતે ભાજપમા આંતરિક ડખા થાય તેવુ દેખાઇ રહ્યુ છે.

મળતી માહિતી મુજબ જૂના નેતાઓ ચૂંટણીમાં ઉતરવા તૈયાર થયા છે. ગોંડલ , જસદણ , મોરબી અને જેતપુર બેઠક પર ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા, જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા, મોરબીમા બ્રિજેશ મેરજા અને કાના અમૃતિયા, જેતપુર બેઠક પર જયેશ રાદડીયા અને પ્રશાંત કોરાટમા ટિકિટને લઈને માથપચ્ચી ચાલી રહી છે.

આ વચ્ચે સમાચાર છે કે ઈલેક્શન માટે સિલેક્શનની થીયરી ભાજપે પહેલાથી જ નક્કિ કરી રાખી છે અને તેને લઈને સર્વે પણ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યનાં કામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દેવાયુ છે અને રિપોર્ટ કાર્ડ હાઇકમાન્ડ પાસે પહોંચી પણ ગયું છે. માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં કુલ 54માંથી પાટીદારોની 23 સીટ છે અને અહી જો પાટીદાર સમાજ એક થઈ જેની તરફ નમે તે જ ખુરશી મેળવી શકે તેમ છે.

Translate »