Virat-Anushka Son Akaay: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ ફરી એકવાર પેરેન્ટ્સ બન્યા. અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અકે રાખવામાં આવ્યું. દંપતીએ 20 ફેબ્રુઆરીએ આ સમાચાર શેર કર્યા અને જણાવ્યું કે તેઓએ તેમના પુત્રનું નામ ‘અકાય’ રાખ્યું. અનુષ્કા શર્માએ લંડનમાં અકાયને જન્મ આપ્યો અને આ વાતે સોશિયલ મીડિયા પર એવી ઘણી ચર્ચા થઈ રહી છે કે અકાયને બ્રિટિશ સિટિઝનશિપ મળશે.
અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી કે તેના પુત્ર અકાય કોહલીનો જન્મ થયો. વામિકાનો નાનો ભાઈ દુનિયામાં આવ્યો છે. આ સાથે બંનેએ મીડિયાને પોતાની પ્રાઈવસી માટે પણ અપીલ કરી હતી. પરંતુ સવાલ એ છે કે અકાય કોહલીને નાગરિકતા ક્યાંથી મળશે?
લંડનમાં તેમના જન્મને કારણે અટકળો ઉભી થઈ હતી
અનુષ્કા-વિરાટે સોશિયલ મીડિયા પર ‘અકાય’ના જન્મના સમાચાર શેર કર્યા, ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. તે જ સમયે, લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી કે અકાયનો જન્મ લંડનમાં થયો હતો, તેથી તેને ચોક્કસપણે ત્યાંની નાગરિકતા મળશે. ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે અકાય કોહલીને ભારતીય નાગરિકતા મળશે કે બ્રિટિશ નાગરિકતા, તો ચાલો તમને જણાવીએ. અકાયનો જન્મ ચોક્કસપણે લંડનમાં થયો હતો પરંતુ તેને ત્યાંની નાગરિકતા મળશે નહી.
માતાપિતા બ્રિટિશ નાગરિક હોવા જોઈએ
બ્રિટિશ સરકારના નિયમો અનુસાર, ત્યાંના નાગરિક બનવા માટે, માતાપિતા બ્રિટિશ નાગરિક હોવા જોઈએ, અથવા તેઓ ત્યાં લાંબા સમયથી રહેતા હોવા જોઈએ. જેના કારણે યુકેની બહાર રહેતા બ્રિટિશ નાગરિકોના બાળકોને આપોઆપ ત્યાંની નાગરિકતા મળી જાય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને ભારતીય નાગરિક છે, તેથી અકાયને ભારતીય નાગરિકતા મળશે.
108 કબરો તોડી પાડવામાં આવી અને દાદાનું બુલડોઝર હજુ પણ ફરે જ છે… હર્ષ સંઘવીનો ધારદાર વાર
ઠંડી બાદ હવે વરસાદ ધબધબાટી બોલાવશે! ક્યાંક વાવાઝોડું તો ક્યાંક કરા પડશે, વાંચો
11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કા શર્માએ વામિકાને જન્મ આપ્યો હતો. 15 ફેબ્રુઆરી 2024ના રોજ અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. અનુષ્કા અને વિરાટ હવે બે બાળકોના માતા-પિતા બની ગયા છે. અનુષ્કા બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા, પરંતુ કપલે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે ત્યારે બંનેના ફેન્સ ખૂબ જ ખુશ છે.