IPL 2023 Final: વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ ,ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો રિવાઇસ્ડ ટાર્ગેટ મળ્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL-2023ની ફાઈનલ વરસાદના વિરામ બાદ ફરી શરૂ થઇ છે. 2 કલાક સુધી રમત અટકી ગઈ, જેના કારણે હવે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમના ઓપનર રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રિઝ પર છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 215 રનનો ટાર્ગેટ આપ્યો છે.ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ઇનિંગની શરૂઆત કરી છે.

અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ગુજરાત પર મોટો ખતરો

તમારે ખાસ જાણવા જેવા સમાચાર: 2000ની નોટ પર કોર્ટનો મોટો નિર્ણય, RBI વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

રાજકોટમાં ફરીથી બાગેશ્વર બાબાને લઈ ઘમાસાણ: કથિત કલ્કી અવતારે કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે, કારણ કે…

બીજી ઇનિંગ 20 મિનિટના વિલંબ સાથે સવારે 9:55 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ 3 બોલ પછી વરસાદ પડ્યો. માત્ર 15 મિનિટ વરસાદ પડ્યો, પરંતુ ભીનું મેદાન હોવાને કારણે બીજી ઇનિંગ 12:10 વાગ્યે શરૂ થઈ. 5 ઓવર ઘટાડવામાં આવી અને CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો.


Share this Article