IPL 2023 Final: ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત IPL ચેમ્પિયન બન્યું, જાડેજાએ છેલ્લા બોલે મેચ પલટી, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નું ટાઈટલ જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છેલ્લા બોલ પર ફોર ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું .CSKની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.રોહિતે તેની કપ્તાનીમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો

ગુજરાત ટાઇટન્સે તેના હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈની બેટિંગ શરૂ થઈ ત્યારે ભારે વરસાદ શરૂ થયો. બાદમાં ચેન્નાઈને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો સુધારેલ ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લા 2 બોલમાં 10 રનની જરૂર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ 5માં બોલ પર સિક્સર અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈના ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો હતો. જાડેજા 6 બોલમાં 15 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શિવમ દુબેએ 21 બોલમાં 2 છગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા.

15 ઓવરમાં 171 રન બનાવ્યા

રિઝર્વ ડે પર રમાયેલી ફાઈનલ મેચમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવ્યા બાદ 20મી ઓવરના છેલ્લા બોલ પર મેળવી લીધી હતી.

નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી

ગુજરાત તરફથી નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. તેણે ચેન્નાઈના બેટ્સમેન પર પહેલી જ ઓવરથી દબાણ બનાવ્યું હતું. તેણે તેની બીજી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેને પેવેલિયન મોકલી દીધા. તેણે પોતાની 3 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા હતા.

અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ગુજરાત પર મોટો ખતરો

તમારે ખાસ જાણવા જેવા સમાચાર: 2000ની નોટ પર કોર્ટનો મોટો નિર્ણય, RBI વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

રાજકોટમાં ફરીથી બાગેશ્વર બાબાને લઈ ઘમાસાણ: કથિત કલ્કી અવતારે કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે, કારણ કે…

4 ઓવરના પાવરપ્લેમાં 50ની ભાગીદારી

15 ઓવરમાં 171 રનના ટાર્ગેટનો પીછો કરતા CSKએ ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ દ્વારા ઝડપી શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 4 ઓવરમાં ટીમનો સ્કોર 52 રન બનાવી દીધો હતો. ઓવરોના ઘટાડા બાદ પાવરપ્લે પણ માત્ર 4 ઓવરનો કરવામાં આવ્યો હતો.


Share this Article