ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની આશાઓને મોટો ફટકો પડ્યો છે. જો ભારતે ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચ જીતવી પડશે. પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે. કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતા પહેલા આ અંગે વાત કરી હતી.
ભારતીય ટીમ સોમવારે 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. આ પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીને મહત્વપૂર્ણ ગણાવતા તેણે કહ્યું કે, આ પ્રવાસમાં તૈયારી સૌથી મહત્વની બાબત હશે. પ્રથમ ટેસ્ટ મેચના 10 દિવસ બાકી છે અને આ દિવસો અમારા માટે ઘણા મહત્વપૂર્ણ રહેશે.
રોહિતની જગ્યાએ કોણ ઓપનિંગ કરશે?
કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તે અંગે તેણે કહ્યું કે, અમને આશા છે કે તે રમશે પરંતુ હજુ સુધી આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. તે પર્થમાં યોજાનારી પ્રથમ મેચ પહેલા જ ખબર પડશે. જો તે ન રમે તો અમારી પાસે ઓસ્ટ્રેલિયામાં અભિમન્યુ ઇશ્વરન અને કેએલ રાહુલ હાજર છે. આ બંનેમાંથી કોઈને ઓપનિંગમાં રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
કેએલ રાહુલના વખાણ કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, કેટલા ક્રિકેટ રમતા દેશો પાસે કેએલ રાહુલ જેવો ખેલાડી છે? તે એવો ખેલાડી છે જે ઇનિંગ્સની શરૂઆતથી લઈને છઠ્ઠા નંબર સુધી બેટિંગ કરી શકે છે. તે તમારા માટે વિકેટકીપિંગ પણ કરી શકે છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
બુમરાહ સુકાની કરશે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સુકાનીપદ વિશે વાત કરતા કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે આ પ્રશ્ન પર કંઈ વિચારવાની જરૂર નથી. તેણે કહ્યું, જસપ્રીત બુમરાહ અમારી ટીમનો વાઇસ કેપ્ટન છે. જો રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે તો તે ભારતીય ટીમનું સુકાન સંભાળશે.