IPLમાં 15 વર્ષની સૌથી મોટી કમાણી કરનાર ધોની કે કોહલી નહીં, આ ખેલાડીએ કરી અધધ.. 178 કરોડની કમાણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર્સનો દબદબો છે. IPLમાંથી સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ખેલાડીઓની યાદીમાં આઠ ભારતીય છે. ભારત અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં આ યાદીમાં સૌથી આગળ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ગયા વર્ષની જેમ, વિશ્વની સૌથી આકર્ષક T20 લીગમાં 10 ટીમો સંઘર્ષ કરતી જોવા મળશે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેલાડીઓને માત્ર પ્રસિદ્ધિ જ નથી મળતી, પરંતુ પૈસાનો પણ વરસાદ થાય છે. IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની વાત કરવામાં આવે તો, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની જેવા મોટા દિગ્ગજો આ યાદીમાં સૌથી આગળ છે.IPLમાં અત્યાર સુધી સાત ખેલાડીઓએ 100 કરોડ કે તેથી વધુ કમાણી કરી છે. ચાલો IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ખેલાડીઓ પર એક નજર કરીએ.

1. રોહિત શર્મા (2008 થી 2023):

સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન તેમજ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ કમાણી કરવાના મામલે રોહિત ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનની આઈપીએલની કમાણી લગભગ 178 કરોડ રૂપિયા છે. રોહિતે અત્યાર સુધી 227 IPL મેચોમાં 30.30ની એવરેજથી 5879 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને 40 અડધી સદી નીકળી હતી.

2. એમએસ ધોની (2008 થી 2023):

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની IPLની પ્રથમ સીઝનમાં સૌથી મોંઘા ખેલાડી હતા. તેમનો પહેલો પગાર 6 કરોડ રૂપિયા હતો જે 2011માં વધીને 8.28 કરોડ રૂપિયા, 2014માં 12.5 કરોડ રૂપિયા અને 2018માં 15 કરોડ રૂપિયા થયો હતો. IPL 2023માં ધોનીનો પગાર 12 કરોડ રૂપિયા છે અને તેણે IPLમાંથી લગભગ 176 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 41 વર્ષીય એમએસ ધોનીએ અત્યાર સુધી 234 IPL મેચોમાં 39.20ની એવરેજથી 4978 રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદી સામેલ છે.

3. વિરાટ કોહલી (2008 થી 2023):

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેની IPL કારકિર્દીમાં 173 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ યાદીમાં તે એકમાત્ર ભારતીય છે જેણે ક્યારેય ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું નથી. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. RCBના આ પૂર્વ કેપ્ટને અત્યાર સુધી 223 IPL મેચમાં 36.20ની એવરેજથી 6624 રન બનાવ્યા છે. વિરાટના નામે IPLમાં 5 સદી અને 44 અડધી સદી નોંધાયેલી છે.

4. સુરેશ રૈના (2008 થી 2021):

‘મિસ્ટર IPL’ તરીકે જાણીતા સુરેશ રૈના આ T20 લીગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક હતા અને CSK માટે ચાર ટાઇટલ જીત્યા હતા. રૈનાએ કુલ 205 મેચમાં 5528 રન બનાવ્યા જેમાં એક સદી અને 39 અડધી સદી સામેલ છે. રૈનાએ 2008 થી 2019 સુધી દરેક સિઝનમાં 300 કે તેથી વધુ રન બનાવ્યા જે એક રેકોર્ડ છે. રૈનાએ IPLમાંથી 110 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

5. રવિન્દ્ર જાડેજા (2008 થી 2023):

આઈપીએલની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્ર જાડેજા અનકેપ્ડ ખેલાડી હતા. IPLની શરૂઆતની સીઝનની હરાજીમાં તેને રાજસ્થાન રોયલ્સે 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જાડેજાએ આ લીગમાં સતત સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેની સેલરી પણ વધી. આઈપીએલમાં અત્યાર સુધીમાં જાડેજાની કુલ આવક 109 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી IPLમાં 210 મેચ રમીને 2502 રન બનાવ્યા છે. આ સાથે તેણે 132 વિકેટ પણ લીધી છે.

6. સુનીલ નારાયણ (2012 થી 2023):

સુનીલ નારાયણ 2012 સીઝનથી KKR ટીમનો એક ભાગ છે. કેરેબિયન સ્ટાર નરેનનો પ્રારંભિક પગાર 3.51 કરોડ રૂપિયા હતો. ત્યાર બાદ તેણે 2018 થી 2021 સુધી સીઝન દીઠ 12.5 કરોડ રૂપિયાની કમાણી કરી, પરંતુ 2022માં આ રકમ ઘટીને 6 કરોડ રૂપિયા થઈ ગઈ. IPLમાં તેની કુલ કમાણી 107 કરોડ રૂપિયા છે. નરેને અત્યાર સુધી આઈપીએલમાં કુલ 148 મેચ રમી છે, જેમાં તેણે 25.13ની એવરેજથી 152 વિકેટ ઝડપી છે. નરેને 1025 રન બનાવ્યા છે જ્યારે બેટથી પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

7. એબી ડી વિલિયર્સ (2008-2021):

એબી ડી વિલિયર્સે આઈપીએલ 2021ના અંત પછી નિવૃત્તિ લીધી. ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા એબી ડી વિલિયર્સનો પ્રારંભિક આઈપીએલ પગાર રૂ. 1.2 કરોડ હતો, પરંતુ સતત સારા પ્રદર્શનને કારણે તેમનો પગાર વધતો જ ગયો. ડી વિલિયર્સે લગભગ 102 કરોડ રૂપિયાની કમાણી સાથે IPL છોડી દીધી હતી. આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ડી વિલિયર્સે 184 આઈપીએલ મેચોમાં 39.70ની એવરેજથી 5162 રન બનાવ્યા, જેમાં ત્રણ સદી અને 40 અડધી સદી સામેલ છે.

8. ગૌતમ ગંભીર (2008-2018):

ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે તેની 154 મેચોની IPL કારકિર્દીમાં 4217 રન બનાવ્યા. વર્ષ 2008માં ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સ સાથે રૂ. 2.9 કરોડનો કરાર કર્યો હતો. ત્યારબાદ IPL 2011ની હરાજીમાં ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે KKR 11.04 કરોડમાં ખરીદ્યો હતો. KKR તરફથી રમતા ગંભીર ખૂબ જ સફળ રહ્યો હતો અને તેણે પોતાની ટીમને બે વખત ચેમ્પિયન પણ બનાવી હતી. 2018માં સંન્યાસ લેતા પહેલા ગંભીરે IPLમાંથી લગભગ 94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

9. શિખર ધવન (2008-2023):

ડાબોડી બેટ્સમેન શિખર ધવને IPLની દરેક સિઝનમાં ભાગ લીધો છે. આઈપીએલ 2008માં દિલ્હી કેપિટલ્સ સાથે તેનો કરાર લગભગ 12 લાખ રૂપિયા હતો. તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે ધવનની આઈપીએલ સેલરી પણ સતત વધી રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનની આઈપીએલની ઓલ ટાઈમ આવક લગભગ 91 કરોડ રૂપિયા છે. ધવને અત્યાર સુધીમાં 206 IPL મેચોમાં 35.08ની એવરેજથી 6244 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 47 અડધી સદી સામેલ છે.

10. દિનેશ કાર્તિક (2008-2023):

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિકેટ-કીપર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં 10મા ક્રમે છે. IPLમાં કાર્તિકની અત્યાર સુધીની કમાણી લગભગ 86 કરોડ રૂપિયા છે. દિનેશ કાર્તિકે 229 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.85ની એવરેજથી 4376 રન બનાવ્યા છે. આ દરમિયાન દિનેશ કાર્તિકે કુલ 20 અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 97 રન હતો.

IPL રસિકો ખાસ ધ્યાન આપે, હવામાન વિભાગે 31 તારીખે ગુજરાતમાં વરસાદને લઈ આપ્યું મોટું અપડેટ, ફટાફટ જાણી લો

ચંદ્ર પર વૈજ્ઞાનિકોએ કરી અત્યાર સુધીની સૌથી મોટી શોધ, 30 હજાર કરોડ લિટર પાણી મળી આવ્યું, ઉપયોગમાં પણ આવશે

8 રાજ્યના CM, જાણીતા કલાકારોનો મેળો, લાખોની જનમેદની… આવતીકાલથી માધવપુર ગામે 5 દિવસ મેળાનું ભવ્ય આયોજન

IPL 2023 માટે તમામ ટીમોના કેપ્ટન

  • મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
  • ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
  • કોલકાતા નાઈટ રાઈડર્સ – નીતિશ રાણા
  • ચેન્નાઈ સુપર કિંગ્સ – એમએસ ધોની
  • પંજાબ કિંગ્સ – શિખર ધવન
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસિસ
  • લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ
  • રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન

Share this Article
TAGGED: ,