Australia Playing XI vs India 3rd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબ્બા મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેન ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં 5 વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર સ્કોટ બોલ્ડને પ્લેઇંગ ઇલેવનમાંથી જ્યારે જોશ હેઝલવુડ ઇજામાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યો છે. શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. પર્થમાં રમાયેલો પહેલો ટેસ્ટ ભારતે જીત્યો હતો જ્યારે એડિલેડમાં રમાયેલા ડે નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટથી જીત નોંધાવી હતી.
એડિલેડ ટેસ્ટમાં ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે 5 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શુબમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માને પોતાના શિકાર બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તેણે ઓપનર યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજને આઉટ કરીને ભારતના બેટિંગ ઓર્ડરને આંચકો આપ્યો હતો. આમ છતાં બોલેન્ડ ત્રીજી ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું હતુ. સાઈડ સ્ટ્રેઈનને કારણે બીજી ટેસ્ટ ચૂકી જનારા જોશ હેઝલવૂડે ત્રીજી ટેસ્ટમાં પુનરાગમન કર્યું છે. હેઝલવુડ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ સવારે 5:50 વાગ્યે રમાશે. બ્રિસ્બેનના ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આઠમી વખત ટેસ્ટમાં ભિડશે. આ પહેલાં બંને ટીમો વચ્ચે રમાયેલા સાત ટેસ્ટ મેચોમાં ભારતે માત્ર એક મેચ જીત્યો છે જ્યારે પાંચમાં તેને હાર મળી છે અને એક ટેસ્ટ ડ્રો રહ્યો છે. વર્ષ 2021માં ભારતે ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. ગાબામાં અત્યાર સુધી 66 ટેસ્ટ રમાયા છે જેમાં ટોસ જીતનારી ટીમ 28 મેચોમાં બાજી મારી છે. 24માં હાર મળી છે જ્યારે 13 ટેસ્ટ ડ્રો રહ્યા છે અને એક મેચ ટાઈ પર છૂટ્યો છે.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
ઓસ્ટ્રેલિયાની ભારત સામે ત્રીજા ટેસ્ટ માટે પ્લેઈંગ XI
ઉસ્માન ખ્વાજા, નાથન મેક્ષ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્ષ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.