અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉતરતા જ કોહલીએ હાંસલ કરી મોટી સિદ્ધી, હવે આ 2 દિગ્ગજોથી જ પાછળ રહ્યો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Virat Kohli Milestone: અમદાવાદમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટમાં બંને ટીમો પોતપોતાના લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય ટીમનું આ વખતે લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું છે. તેના માટે ટીમે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી સિરીઝ બરાબરી કરવા માટે રમી રહ્યું છે. આ મેચમાં ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે.

ટીમ ઈન્ડિયાના રન મશીન કહેવાતા વિરાટ કોહલીએ અમદાવાદ ટેસ્ટમાં મેદાન પર પગ મુકતાની સાથે જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ભારતીય ધરતી પર વિરાટની આ 50મી ટેસ્ટ મેચ છે. આ સાથે તે ભારતની ધરતી પર 50 કે તેથી વધુ ટેસ્ટ રમનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ તાજેતરમાં ચેતેશ્વર પૂજારાએ પણ તેની 50મી ટેસ્ટ મેચ રમી હતી. આ યાદીમાં સૌથી ઉપર દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર છે. તેણે ભારતમાં 94 ટેસ્ટ મેચ રમી છે, ત્યારબાદ રાહુલ દ્રવિડ 70 ટેસ્ટ રમ્યો છે.

ipl 2923

વિરાટના પોતાની ધરતી પર શ્રેષ્ઠ આંકડાઓ

વિરાટ કોહલીએ ભારતમાં રમતી વખતે 76 ઇનિંગ્સમાં 58.20ની એવરેજથી 3,958 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 સદી અને 12 અડધી સદી પણ ફટકારી છે. ભારતમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254 અણનમ રહ્યો છે. બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી બોલિંગમાં અનિલ કુંબલે છે, જેણે ભારતમાં 63 મેચ રમી છે. કપિલ દેવે પણ 65 ટેસ્ટ રમી છે.

લાલબત્તી સમાન કિસ્સો: હોળી રમીને બાથરૂમમાં ન્હાતા 2 દંપતીના મોત, ગેસ ગીઝરના ઝેરી ગેસના કારણે અવસાન પામ્યા

ગુજરાતમાં ચમત્કાર: 2 દિવસથી સાબરકાંઠામાં જમીનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા, લોકોના પગ દાઝ્યા, ફાયર વિભાગ પણ ફેલ

10 Photos: ભાભીએ દેવરના કપડા ફાડ્યા, ચાબુકથી માર માર્યો, 40 દિવસની બ્રજ હોળીનો આજે અંત, જુઓ અદ્ભૂત નજારો

ભારત શ્રેણીમાં 2-1થી આગળ

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. ભારતે પ્રથમ બે ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરતા ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે જીત મેળવી હતી. ચોથી ટેસ્ટ બંને ટીમો માટે મોટી મેચ છે. બંને ટીમો માત્ર મેચ જીતવા માટે મેદાનમાં ઉતરી છે. જ્યારે ભારતની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર રહેશે, ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને સિરીઝ બરાબરી કરવા ઈચ્છશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly