Cricket News: ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 2 વિકેટથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે ભારતીય ટીમનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.
The #BoysInBlue are into the FINAL of the #U19WorldCup! 🥳
A thrilling 2⃣-wicket win over South Africa U-19 👏👏
Scorecard ▶️ https://t.co/Ay8YmV8QDg#TeamIndia | #INDvSA pic.twitter.com/wMxe7gVAiL
— BCCI (@BCCI) February 6, 2024
ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહરાને 81 રન બનાવ્યા હતા પરંતુ તે 29મી ઓવરમાં રનઆઉટ થયો હતો. સચિન દાસે પણ શાનદાર બેટિંગ કરી અને 95 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કુલ 96 રન બનાવ્યા. આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. મુરુગન અભિષેક અને આદર્શ સિંહ માત્ર 0 રન બનાવીને આઉટ થયા હતા.
ભારત તરફથી રાજ લિંબાણીએ 3, મુશીર ખાને 2 અને નમન તિવારી અને સૌમ્યા પાંડેએ એક-એક વિકેટ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટ ગુમાવીને કુલ 244 રન બનાવ્યા હતા. ભારતીય દાવ પણ ખોરવાઈ ગયો હતો પરંતુ કેપ્ટન ઉદય સહરાને એક છેડો પકડી રાખ્યો હતો અને પોતાની ટીમને જીતની અણી પર લઈ ગઈ હતી.