Cricket News: રમતગમતમાં ડોપ ટેસ્ટ કોઈ મોટી વાત નથી. બધા જાણે છે કે ડોપ ટેસ્ટ માત્ર ખેલાડીઓ માટે જ થાય છે રેફરી કે અમ્પાયરો માટે નહીં. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના નિવેદને અમ્પાયરોને પણ શંકાના દાયરામાં લાવી દીધા છે. એમએસ ધોનીને પ્રશ્નો પૂછવાની ઈચ્છા વ્યક્ત કરનાર મનોજ તિવારીએ હવે કહ્યું છે કે તેણે ઘણીવાર અમ્પાયરોને સૂતા જોયા છે, જે ક્રિકેટ માટે બિલકુલ સારી વાત નથી.
38 વર્ષીય મનોજ તિવારીએ વાત કરતા કહ્યું, ‘ખેલાડીઓ ચોક્કસપણે ડોપ ટેસ્ટમાંથી પસાર થાય છે, પરંતુ અમ્પાયરોને પણ તેના દાયરામાં લાવવા જોઈએ. મેં ઘણી વખત અમ્પાયરોને સૂતા જોયા છે. જ્યારે મેં તેને પૂછ્યું કે સાહેબ, તમે રાત્રે પીધું? તો જવાબ મળ્યો કે મને વ્હિસ્કી ગમે છે.
બંગાળના મનોજ તિવારી વધુમાં કહે છે કે બીસીસીઆઈએ અમ્પાયરોની ભરતી કરતા પહેલા તેમની આંખની તપાસ પણ કરાવવી જોઈએ. વર્તમાન રણજી સિઝનમાં બંગાળની સફર પૂરી થતાં જ મનોજ તિવારીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તિવારી બંગાળની મમતા બેનર્જી સરકારમાં રમતગમત મંત્રી પણ છે. મનોજ તિવારીએ તાજેતરમાં રણજી ટ્રોફી નાબૂદ કરવાની માંગ કરી હતી.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી
ભારત માટે 12 વનડે મેચ રમી ચૂકેલા મનોજ તિવારીએ તાજેતરમાં કહ્યું હતું કે એમએસ ધોનીએ સદી ફટકારી હોવા છતાં તેને પડતો મૂક્યો હતો. જો આવું ન થયું હોત તો તેની ગણતરી પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા સફળ ક્રિકેટરોમાં થાત. મનોજ તિવારીનું કહેવું છે કે જ્યારે તે એમએસ ધોનીને મળશે ત્યારે તે ચોક્કસપણે પ્રશ્ન પૂછશે કે તેને કેમ બહાર કરવામાં આવ્યો.