Cricket News: બાપુ તો બાપુ છે… ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ ઘર આંગણે હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. પ્રથમ ટેસ્ટ મેચના 2 દિવસ તાજેતરમાં જ પૂર્ણ થયા છે. ભારતીય ટીમ બે દિવસ પૂર્ણ થયા બાદ ઘણી મજબૂત સ્થિતિમાં પણ જોવા મળી છે. આ બીજા અને ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત પ્રદર્શન કરીને એક મોટું કારનામું પણ કર્યું છે.
પ્રથમ દિવસની ટૂંકમાં ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 64.3 ઓવરમાં 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. તેઓએ 436 રન બનાવ્યા છે. આ મેચમાં ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ 87 રન પણ બનાવ્યા છે. આ ઉપરાંત ત્રણ વિકેટ પણ લીધી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ હાલમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
રવિન્દ્ર જાડેજાની 3 વિકેટના કારણે ઇંગ્લેન્ડની ટીમ ઝડપી ઓલ આઉટ થઈ હતી. જેથી ભારતને ઘણો ફાયદો મળ્યો છે. આ ઉપરાંત જાડેજાએ બેટિંગમાં ધમાલ મચાવી છે અને ફરી એક વખત રેકોર્ડની ઝંડી લગાવી છે. તેણે પોતાના નામે આ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. તો ચાલો આપણે તેના આ વિશ્વ રેકોર્ડ પર એક નજર કરીએ અને જાણીએ કે તેણે કયું મોટું કારનામું કર્યું છે.
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લઈને પોતાના સાથીદાર અશ્વિન સાથે મળીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ બંનેની જોડીએ અત્યાર સુધી 506 વિકેટ લીધી છે. આ રેકોર્ડ આ પહેલા હરભજન અને અનિલ કુંબલેના નામે હતો. તે બંનેની જોડીએ 501 વિકેટ લીધી હતી. આ ઉપરાંત 87 રન બનાવીને છેલ્લે સુધી ટકી રહેનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. હાલમાં જાડેજાએ અશ્વિન સાથે મળીને આ મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
જાડેજા અને અશ્વિન બંને ભારતીય ખેલાડીઓ હાલમાં ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. આગામી સમયમાં પણ તેઓ ઘણી વિકેટો લઈ શકે છે. પાંચ મેચોની આ સિરીઝ દરેક યુવા ખેલાડી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. હવે આગામી દિવસ ભારતીય ટીમના પક્ષમાં રહે તેવી આશા રહેલી છે.