એટલે જ ઋષભ પંત મહાન છે… સર્જરી સફળ થઈ એટલે તરત જ બચાવનાર યાદ આવ્યા અને સૌથી પહેલા કર્યું આ કામ

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
Share this Article

ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત થોડા દિવસો પહેલા જ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. દુર્ઘટના બાદ પંતની પ્રથમ સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પંતની પ્રથમ સર્જરી થોડા દિવસો પહેલા કોકિલાબેન હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી. પંતે હવે અકસ્માત બાદ ટ્વિટ કરીને શુભેચ્છકોનો આભાર માન્યો છે. ટ્વીટર દ્વારા પંતે એ બે લોકોનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે જેમણે દુર્ઘટના બાદ હોસ્પિટલ પહોંચવામાં તેમની ઘણી મદદ કરી હતી.

આશિષ ભાટિયા બાદ હવે ગુજરાતના નવા DGP કોણ હશે? આ 5 અધિકારીઓના નામ સૌથી પહેલાં ચર્ચામાં

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરીથી ગાત્રો થીજવતી ઠંડી શરૂ, જાણો કયા જિલ્લામાં કેવી પડશે, લોહી જામી જશે!

30 વર્ષ પછી ફરીથી શનિની ઘર વાપસી, આ 7 રાશિના લોકો બનશે માલામાલ, જાણો તમારી કિસ્મત શું કહે છે

ફોટો શેર કરતાં પંતે લખ્યું, ‘હું વ્યક્તિગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ હું આ બે હીરો રજત કુમાર અને નિશુ કુમારનો આભાર માનું છું, જેમણે મારા અકસ્માત દરમિયાન મારી મદદ કરી અને ખાતરી કરી કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી શક્યો. આભાર. હું હંમેશા આભારી અને ઋણી રહીશ. આ પહેલા ઋષભ પંતે વધુ બે ટ્વિટ પણ કરી હતી.

એક ટ્વીટમાં તેણે લખ્યું, ‘હું સમર્થન અને શુભેચ્છાઓ માટે ખૂબ જ નમ્રતા અનુભવું છું. મને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. પુનઃપ્રાપ્તિ શરૂ થઈ ગઈ છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. BCCI, જય શાહ અને સરકારી સત્તાનો આભાર. ઋષભ પંતે અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘ હૃદયથી હું મારા બધા ચાહકો, ટીમના સાથી, ડૉક્ટરો અને ફિઝિયોનો તેમના સારા શબ્દો અને પ્રોત્સાહન માટે આભાર માનું છું. તમને બધાને મેદાન પર જોવાની આતુરતા છે.

જ્યારે ઋષભ પંતની કારનો અકસ્માત થયો ત્યારે રજત કુમાર અને નિશુ કુમાર સ્થળ પર આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, બંનેએ સળગતી કારમાંથી પંતનો તમામ સામાન અને રોકડ કાઢી લીધી હતી. રજત અને નિશુએ પંત સાથે સંબંધિત સામાન પણ પોલીસને સોંપી દીધો હતો. બંને પંતને મળવા માટે મેક્સ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. રજત કુમાર અને નિશુ કુમાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી છે.


Share this Article
TAGGED:
Leave a comment