ભારતીય ટીમને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચની ODI શ્રેણી પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે આ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શમીને જમણા ખભા પર આ ઈજા થઈ હતી. તેની જગ્યાએ ઉમરાન મલિકને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.પરંતુ હવે આ દરમિયાન હોસ્પિટલમાંથી મોહમ્મદ શમીની કેટલીક તસવીરો સામે આવી છે. આમાં શમી તેની સારવાર કરાવતો જોવા મળી રહ્યો છે.
આ ફોટો શમીએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 32 વર્ષીય મોહમ્મદ શમી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી 20 વર્લ્ડ કપ રમ્યો હતો. આ પછી જ્યારે શમી પાછો ફર્યો તો પ્રેક્ટિસ સેશન દરમિયાન જ તેને ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
શમીએ હોસ્પિટલની પોતાની તસવીરો શેર કરીને ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. તેણે કહ્યું, ‘સામાન્ય રીતે ઈજા તમને દરેક ક્ષણની કદર કરતા શીખવે છે. મારી કારકિર્દીમાં મને ઘણી ઈજાઓ થઈ છે.
તે તમને એક પરિપ્રેક્ષ્ય આપે છે.’ ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલરે તેની પોસ્ટમાં આગળ લખ્યું, ‘મારા કરિયરમાં મને કેટલી વાર નુકસાન થયું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું દરેક વખતે ઈજાઓમાંથી શીખ્યો છું. આ સાથે તેણે જોરદાર વાપસી કરી છે.
મોહમ્મદ શમીની આ ઈજા કેટલી ગંભીર છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો ઈજા ગંભીર હશે તો તેને બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી પણ બહાર થવું પડી શકે છે. આવી સ્થિતિમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ મોટો ફટકો હશે.
ભારતીય ટીમને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. પ્રવાસની શરૂઆત ODI શ્રેણીથી થશે, જેની પ્રથમ મેચ રવિવારે (4 ડિસેમ્બર) ઢાકામાં રમાશે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, ઉમરાન મલિક અને કુલદીપ સેન ટીમમા સામેલ છે.