Ind vs SL Asia cup 2023: એશિયા કપ-2023ની ફાઇનલ મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. તે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. હાલમાં કોલંબોમાં હવામાન સ્વચ્છ છે. હવામાનની આગાહી મુજબ, આજે કોલંબોમાં વરસાદની 90 ટકા શક્યતા હતી.જો વરસાદને કારણે આજે ફાઇનલ મેચ રદ થાય છે, તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ રિઝર્વ ડે (સોમવાર, 18 સપ્ટેમ્બર) રાખ્યો છે. જો અનામત દિવસે પણ વરસાદ પડે તો ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
અહીં ભારત પાસે તેના 5 વર્ષના ખિતાબના દુકાળનો અંત લાવવાની તક હશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા તેના ટાઇટલનો બચાવ કરવા માંગશે. એશિયા કપના ODI ફોર્મેટની ફાઇનલમાં બંને ટીમો 8મી વખત સામસામે ટકરાશે. અગાઉ રમાયેલી 7 ફાઈનલમાંથી ભારતે 4માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાને 3માં સફળતા મળી હતી.એકંદરે, ભારત અને શ્રીલંકા વચ્ચે 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી અને એક મેચ ટાઈ રહી છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટમાં), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુષણ હેમંથા, દુનિથ વેલાલાગે, મેથીશ પાથિરાના અને પ્રમોદ મદુશન.