આજે એક સાથે 5 કિક્રેટરોનો જન્મદિવસ, જેમાંથી માત્ર 3 જ વર્લ્ડ કપ 2023માં રમ્યા, જાણો કેમ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ભારતીય ક્રિકેટ માટે આજે એટલે કે, 6 ડિસેમ્બરને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે એક-બે નહિ પણ 5 કિક્રેટરનો જન્મદિવસ છે. જેમાંથી ત્રણ તો હાલમાં જ આઈસીસી ક્રિકેટ વલ્ડ કપમાં મેચ રમ્યા હતા. આજે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, યોર્કર સ્પેશ્યાલિસ્ટ જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, પૂર્વ પેસર આરપી સિંહ અને ટેસ્ટમાં ત્રિપલ સેંચુર મારનારા કરૂણ નાયરનો જન્મદિવસ છે. આ બધા ખેલાડીઓએ ઘણી બધી વાર દેશને ગર્વનો અનુભવ કરાવ્યો છે.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા

સૌરાષ્ટ્રમાં 1998માં જન્મેલા રવિન્દ્ર જાડેજા આજે 35 વર્ષના થઈ ગયા છે. જાડેજા વનડે વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયાનો એક ભાગ હતા. 2012માં ટેસ્ટ ક્રિકેટમાં તે ડેબ્યુ કરનાર જાડેજાએ 67 ટેસ્ટ મેચોમાં 3 વખત સદ અને 19 અડઝ સદી ફટકારીને 2804 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 175 રન હતો. આ દરમિયાન જાડેજાએ ડાબા હાથથી સ્પિન બોલિંગ કરી 275 વિકેટ લીધી હતી. એટલું જ નહિ જાડેજાએ 197 વનડેમાં જાડેજાએ 2756 રન બનાવ્યા હતા. જેમાં 13 અડધી સદી સામેલ છે. વનડેમાં તેના નામે 220 વિકેટ નોંધાઈ છે. 64 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં જાડેજાના નામે 457 રન અને 51 વિકેટ નોંધાઈ છે. મહત્વનું છે કે, જાડેજા ત્રણેય ફોર્મેટમાં ભારત માટે મહત્વનો ખેલાડી છે.

સુપર ફાસ્ટ બોલર બુમરાહ

1993માં અમદાવાદમાં જન્મેલા તેજ બોલર જસપ્રીત બુમરાહ ભારતી પેસ અટેકનો લીડર છે. પરંતુ ઈજાના કારણે તે ટીમની અંદર બહાર થતો રહેતો હતો. જે બાદ તેણે 2018માં ટેસ્ટ ક્રિકેટમાં ભાગ લીધો હતો. તેણે 30 ટેસ્ટ, 80 વનડે અને 62 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. બુમરાહના નામે 128 વિકેટ નોંધાઈ છે. જ્યારે વનડેમાં તેણે 149 શિકાર કર્યા છે. ટી20માં બુમાર અત્યારસુધી 74 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. બુમરાહ નવી અને જૂની બોલથી જબરજસ્ત બોલીંગ માટે ઓળખાય છે. તેની ખતરનાક બોલિંગની સામે મોટામોટા બલ્લેબાજો પણ ભયભતી થતા જોવા મળતા હોય છે.

શ્રેયસ અય્યરની ટીમ ઇન્ડિયાને જરૂર

હાલમાં વનડે વિશ્વ કપમાં શાનદાર સદી ફટકારી ઈજાગ્રસ્ત થયા બાદ ધમાકેદાર વાપસી કરનાર શ્રેયસ અય્યરનો જન્મ 1994માં મુંબઈમાં થયો હતો. વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં પગ મુકનાર શ્રેયસ અય્યરને 10 ટેસ્ટ મેચોમાં એક સદ અને પાંચ અડધી સદીની મદદથી 666 રન બનાવ્યા છે. ત્યાં જ 58 વનડેમાં તેના નામે 2331 રન નોંધાયા છે. જેમાં 5 સદી અને 17 હાફ સેન્ચુરી પણ સામેલ છે. 51 ટી20માં શ્રેયસ 1104 રન બનાવી ચૂક્યો છે. જેમાં 8 ફિફ્ટી સામેલ છે. શ્રેયસ આ સમયે ટીમ ઈન્ડિયામાં નંબર ચાર પર પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યો છે.

આરપી સિંહની 2007 ટી20 વિશ્વ કપમાં મોટી ભૂમિકા

ટી20 વલ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂકેલા પૂર્વ ફાસ્ટ બોલર આરપ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 1985માં થયો હતો. આરપીએ 14 ટેસ્ટ મેચોમાં 40 વિકેટ લીધી જ્યારે 58 વનડે મેચોમાં તેના નામો 69 વિકેટ નોંધાઈ છે. 10 ટી20માં આરપી સિંહે પોતાનાન નામે 15 વિકેટ નોંધાવી હત. આરપી ચોક્કસ લાઈન લેંથ માટે જાણીતો છે. ક્રિકેટ બાદ હવે આરપી કોમેન્ટ્રી તરફ વળ્યો છે. મહત્વનું છે કે, 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમાયેલી ટી20 વિશ્વ કપમાં વિજેતા ટીમનો હિસ્સો પણ રહી ચૂકેલો છે.

ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુર મારનાર કરૂણ નાયર

ટેસ્ટ મેચોમાં ટ્રિપલ સેન્ચુર મારનાર કરૂણ નાયર 6 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમણે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી. કરૂણ અત્યારે પણ ટીમ ઈન્ડિયામાં વાપસીની રહા જોઈ રહ્યો છે. 1991માં જોધપુરમાં જન્મેલા વરૂણ નાયરે ભારતની તરફથી 6 ટેસ્ટ અને 2 વનડે ઈન્ટરનેશનલ મેચ રમવાનો મોકો મળ્યો હતો. તેણે ટેસ્ટમાં 374 રન બનાવ્યા છે. જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 303 રન રહ્યો હતો. વનડેની વાત કરીએ તો, વનડેમાં તેમણે 46 રન માર્યા હતા. કરૂણને 2016માં ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી.

રેવંત રેડ્ડી હશે તેલંગાણાના આગામી સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી મંજૂરી, 7 ડિસેમ્બરે લેશે શપથ

મોરબી નકલી ટોલનાકા અંગે જેરામ પટેલની ચોખવટ, પુત્ર વિશે પણ કર્યા મોટા-મોટા ધડાકા, 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ

તો, તમે કઈ રીતે તમારા પસંદીતા ક્રિકેટરને શુભકામનાઓ આપશો. કમેન્ટ કરી અમને જરૂરથી જણાવજો.


Share this Article