કોહલી ક્રિકેટથી કેમ દૂર છે? તેના ખાસ મિત્રે કર્યો ખુલાસો, કહ્યું- પત્નિ અનુષ્કા સાથે છે, સમય નથી આપી શકતો પરિવારને અને…

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા બધાને આશ્ચર્ય થયું હતું. આ પછી લોકોએ ઘણી અટકળો લગાવી. કોઈએ કહ્યું કે વિરાટની માતાની તબિયત સારી નથી, તો કોઈએ માહિતી આપી કે તેની પત્ની અનુષ્કા શર્મા ગર્ભવતી છે. જો કે વિરાટે શા માટે ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ ન રમવાનો નિર્ણય કર્યો તે બહાર આવ્યું છે. વિરાટના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે આ રહસ્ય ખોલ્યું છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ પહેલા સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે વિરાટ કોહલીની માતાની તબિયત ખરાબ છે અને તેથી તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.

વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ સમાચારને નકારી કાઢ્યા હતા કે તેની માતા સરોજ કોહલી બીમાર છે. વિકાસે મીડિયાને આવા ફેક ન્યૂઝ ન ફેલાવવા વિનંતી કરી હતી.

ડી વિલિયર્સે ખુલાસો કર્યો રહસ્ય

વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ ઘણા વર્ષોથી આઈપીએલમાં આરસીબી ફ્રેન્ચાઈઝી માટે સાથે રમ્યા છે. હવે ડી વિલિયર્સે આ સમાચારને સમર્થન આપ્યું છે કે વિરાટ અને અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

અગાઉ ગયા વર્ષે પણ વિરાટ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને થોડા દિવસો માટે ભારત પાછો ફર્યો હતો. ડી વિલિયર્સે કહ્યું, ‘હા, તેઓ બીજા બાળકના આગમનની તૈયારી કરી રહ્યા છે અને આ કારણથી વિરાટ પોતાનો બધો સમય પરિવારને આપી રહ્યો છે.’

વિરાટ- અનુષ્કાને એક પુત્રી છે

યશસ્વીનું બેટિંગ.. બુમરાહની તેજ ઝડપ, બીજા દિવસે પણ વિદેશી ટીમની સામે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત, જાણો સ્કોર

VIDEO: ન તો સાપ.. ન કૂતરો.. શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસ્યું અનોખું જીવ, ખેલાડીઓ થઈ ગયા સ્તબ્ધ, મેચ રોકવી પડી

ન તો વિરાટ.. ન રોહિત.. યશસ્વી જયસ્વાલે બદલ્યો 31 વર્ષનો ઈતિહાસ, જાણો કોણ છે સૌથી યુવા ડબલ સેન્ચુરિયન?

એબી ડી વિલિયર્સે એમ પણ કહ્યું કે વિરાટ ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ સાથે જોડાશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. જોકે, અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે વિરાટ ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ સાથે જોડાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. વિરાટ અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંનેને વામિકા નામની ત્રણ વર્ષની પુત્રી છે.


Share this Article
TAGGED: