રાત પાસેથી રાત ઉધાર લઉં
તું કહે તો નીંદર ઉધાર દઉં
રંગો પાસે રંગ ઉધાર લઉં
તું કહે તો મેઘધનુષ રચાવી દઉં
વાદળ પાસેથી વાદળી ઉધાર લઉં
તું કહે તો મેહુલો વરસાવી દઉં
નદી પાસે નીર ઉધાર લઉં
તું કહે તો એમાં કમળ ખીલાવી દઉં
આંખો પાસે સપનાં ઉધાર લઉં
તું કહે તો સપનાંમાં તને સજાવી દઉં
હ્રદય પાસે પ્રેમ ઉધાર લઉં
તું કહે તો પ્રેમમાં તને ભીંજવી દઉં
©Niks 💓 Se 💞 Tak
નિકિતા પંચાલ