આ ખાલી જગ્યામાં કોણ શું પુરે નક્કી નહીં
નામ બન્યા બાદ કોણ બાથ ભરે નક્કી નહીં.
ફાયદા માટે અહીં કોણ છેતરે નક્કી નહીં
બેઘડી ટેકો આપી કોણ કોને વેતરે નક્કી નહીં.
કુસુમ નીચે કોણ કંટક પાથરે નક્કી નહીં
પહેલા મીઠું બોલી પાછળ શું લલકારે નક્કી નહીં.
હસતાં હસતાં કોણ ક્યારે ખંજર મારે નક્કી નહીં
દોસ્ત બની કયારે કોણ કોને દુશ્મન ધારે નક્કી નહીં.
માંડ પહોંચ્યા હોય ને, કોણ ડુબાડે કિનારે નક્કી નહીં
રાખી હાથ ખંભે કોણ ક્યારે કેવું વિચારે નક્કી નહીં.
લાભાલાભની લહેરમાં આવી કોણ કોને નોતરે નક્કી નહીં.
કિરણ કને આવી કોણ ક્યારે જુના ઘા ખોતરે નક્કી નહીં.
-કિરણ વી. કારેણા