તું સવા શેર આને ભરપુર પ્રેમી લાગે,
તું સવારના મીઠા સપના જેવી લાગે,
જાત સાથે પૂછેલા હજાર સવાલ જેવી,
અનહદ ચાહતના જવાબો જેવી લાગે
ક્રોધમા આવીને મે મને એક પ્રશ્ર્ન પૂછ્યો,
દૈવીય શક્તિ જેવી કાળ ભયાનક જેવી લાગે,
ખુદ સાથે લાગણીનો ખડકલો કરી પૂછ્યુ કે;
નકામી વરસી પડી એકતરફ જરાક એવુ લાગે,
છેતરી ગયાં લાગણીમા ફસાવી ખુદને તમે,
તોય અમે બેધડક પ્રેમમાં તલ્લીન જેવી લાગી,!
-ગાયત્રી સોની