~ જયદિપ પાઘડાળ (શાશ્વત) ~
નરસિંહ નગરી તરીકે પ્રખ્યાત જૂનાગઢ શહેર છે,
ચાલોને જઇએ ચોરવાડ જ્યા બેગડાનો મહેલ છે.
અડીખમ ઉભો એ ગરવો ગઢ ગિરનાર છે,
નીરખીને જુઓ તો સૂતા-જોગીનો વેશ છે.
અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તે કરેલા ખાસ કામ છે,
જેને દર્શાવતો શિલા પર કોંતરાવેલ પ્રાચિન લેખ છે.
શિવરાત્રીની રવેડીમાં સાધુઓનુ અંતિમ સ્થાન મૃગીકુંડ છે,
જેની બાજુમાં બિરાજમાન સાક્ષાત ભવનાથ મહાદેવ છે.
પરબ ને સતાધાર જ્યા ‘શાશ્વત’ હરિહરનો નાદ છે.
અનેરો ઇતિહાસ સાચવીને બેઠો આપણો સોરઠ દેશ છે.