અમદાવાદ (દક્ષા રંજન): અધૂરી લાગણી…
અધૂરી લાગણીઓને હું સમજાવું કે માની જા
નથી કોઇ હંમેશા સાથે રહેવાનું એ સમજી જા.
તને તારા જ માનેલા મળી ભેગા ને મુંઝવશે
રડીને કેમ રહેવાશે થઈ ડઠ્ઠર ને જીવી જા
જમાનાની ન કર પરવા નથી એ કોઈનો સગલો,
બની જા ને વિહગ નભનું ને પિંજર લઈને ઊડી જા
શું એનો શોક કરવાનો કે જેણે છોડ્યા અધવચ્ચે
મુકી એ નામ પર પુળો તુ તારી વાટે દોડી જા
ગરજવા દેને ભીતરમાં સૂતેલા શાંત સાગરને,
ઉછળવા દે ઉમંગોની તરંગો સંગ ડુબી જા.