અસ્તિત્વ દદૅનું કંઈક એવું હોય,
જે સમંદર પાર વિસ્તરતું હોય.
ને સ્વિકાર એનો તું કર ત્યારે જ,
જો સહેવા કાજે કાળજું પથ્થરનું હોય,
તપન તારી, મુજ અસ્તિત્વમાં ઓગળે એવી,
જાણે રક્ત થઈ નસનસમાં ફરતી હોય,
દરીયે આંસુઓના એવા ડૂબ્યાં અમે,
ને જિંદગી કિનારાની રેત બની વિસ્તરતી હોય,
આ વાતો વસંતની બસ ખોટી જ હશે ને,
‘ફોરમ’ તુજ વિના જીવન પાનખર જેવું જ હોય ..
ફાલ્ગુની ત્રિવેદી
“ફોરમ”