કોઈએ ધસમસતી લાગણીની ભાત મજાની છાપી છે,
હૈયે ટાઢક સામે મૌન માં બળતી ચિનગારી ચાંપી છે,
કરું છું રુદન કાળજે બેશક હસતા દીલની દોર કાપી છે,
ધગધગતું ચિત્ત દૂભે એવું અવગણનામાં જાત છાપી છે,
જોકર જેવી જિંદગી જાણી રુદને ઉભરાણી છાતી છે,
ગજગજતું હૈયું ફૂલે છે જે તારા ગીતની ભીતરમાં ખ્યાતી છે,
રાખ માં એમ ભળીતી કે ત્યાં એક મુલાકાત વિલાપી છે
સ્મરણ સહિત આંખોએ બળી ને ઈચ્છાઓને તાપી છે,
હવાની જંજાળ ઝાઝી છેને ચોતરફ મે માપી છે,
ભીતર નજર નાંખીને આજે કલમની રચના સ્થાપી છે.
- ગાયત્રી સોની