વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે.મીડિયા સમાજનું દર્પણ કહેવાય છે જે સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડે છે. આજ કાલ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બહાર નીકળીને આસપાસ કઈ ઘટના ઘટી રહી છે તે જાણવાનો સમય નથી હોતો. આવા સંજોગોમાં પ્રેસ અને મીડિયા આપણા માટે એક સંદેશા વાહકનું કામ કરે છે. જે દર રોજ સવારે ચા સાથે આપણને ગરમા ગરમ ખબરો પીરસે છે. આજ ખબરો આપણને ઘરે બેઠા દુનિયા સાથે જોડીને રાખે છે. દુનિયાભરમાં પ્રેસ ખબરો પહોંચાડવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1993માં વિશ્વ પ્રેસ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર આ દિવસ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંત, પ્રેસની સ્વતંત્રતાનું મૂલ્યાંકન, પ્રેસની સ્વતંત્રતા પર બહારી તત્વોના હુમલાથી બચાવ માટે અને પ્રેસની સેવા કરતા દિવંગત થઇ ગયેલા સંવાદદાતાઓને શ્રધાંજલિ આવા માટેનો દિવસ છે.
ભારતમાં હંમેશા પ્રેસની સ્વતંત્રતાને લઈને ચર્ચા થતી રહે છે. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 3જીમેના રોજ મનાવવામાં આવતા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ભારતમાં પણ પ્રેસની સ્વતંત્રતા પર વાતચીત થવી જરૂરી છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ – 19માં ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત હોય છે. વિશ્વરસ્તર પર પ્રેસની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવે છે જેને વિશ્વ પ્રેસ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
યૂનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.
2014નો ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પુરસ્કાર તુર્કીના અહમત સિકને આપવમાં આવ્યો. 1997થી અત્યાર સુધી ભારતના કોઈ પણ પત્રકારને આ પુરસ્કાર ના મળવાનું એક મોટું કારણે એ છે કે કેટલાક વરિષ્ઠ પત્રકાર પશ્ચિમ અને ભારતમાં પત્રકારત્વના માપદંડમાં અતંર રાખે છે.
બીજી તરફ જોવા જઈએ તો આજનું મીડિયા ગોદી મીડિયાના ખોળામાં જઈ બેઠું હોય એવુ લાગે છે!
ઉત્તરાખંડ મુક્ત વિશ્વવિદ્યાલયમાં મીડિયા વિભાગના પ્રમુખ ગોવિંદ સિંહે કહ્યું કે ભારતીય પત્રકારત્વમાં હંમેશા વિચાર હાવી થઈ જાય છે. જ્યારે પશ્ચિમમાં તથ્યો પર જોર આપવામાં આવ્યું છે. આમાં ક્યાંકને ક્યાંક અમારા પત્રકારત્વના સ્તરમાં ખામી આવે છે. આ સિવાય ભારતીય પત્રકારોમાં પુરસ્કારોના પ્રત્યે જાગૃતતાની પણ ખામી છે તે જ કારણે કાર્યરત નથી રહેતા.
કોર્ટ અને મીડિયા વિશે લેકચર આપતા જસ્ટીસ મિશ્રાએ ચોથી જાગીરનું મહત્વ જણાવતા કહ્યું હતું કે પ્રેસ સ્વતંત્રતાએ લોકશાહીમાં આઝાદીની જનની છે. પ્રેસ-મીડીયા પાસે દરેક પ્રકારની સ્વતંત્રતા રહેલી છે. તે કોઇપણ વ્યકિતનું માનસ બદલી શકે છે.
યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વિષય ઘણી બધી રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પત્રકારો પર દેખરેખ અને ડિજિટલી મધ્યસ્થી હુમલાઓથી પત્રકારત્વ જોખમમાં છે.
અત્યાધુનિક સ્પાયવેર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને પત્રકારો અને મીડિયા કર્મચારીઓની જાસૂસીના કિસ્સાઓ તાજેતરના વર્ષોમાં વિશ્વભરમાં અનેક ગણા વધી ગયા છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે, ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નાલિસ્ટ્સ (IFJ) અને તેની તમામ આનુષંગિક સંસ્થાઓએ વિશ્વભરની સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પત્રકારોના દેખરેખ પર પ્રતિબંધ મૂકવા અને હિંસાને માન્યતા આપતા કડક નિયમો વિકસાવવા માટે પત્રકારોના સંગઠનો સાથે કામ કરવા વિનંતી કરી છે.
ઇન્ટરનેશનલ જર્નાલિઝમ નોન-પ્રોફિટ, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં, ભારત પત્રકારત્વ માટે ‘નબળા’ ગણાતા દેશોમાં સતત સ્થાન ધરાવે છે. આ શ્રેણીના અન્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા અને મેક્સિકોનો સમાવેશ થાય છે.પ્રેસ સુરક્ષાના મામલામાં ભારતનું સ્થાન ખૂબ જ નીચે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ના ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારતનો નંબર 142મો આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતનું સ્થાન સતત નબળુ પડી રહ્યુ છે. લોકશાહી દેશ નો ચોથો સ્તંભ પત્રકારત્વને માનવામાં આવે છે. પરંતુ આ સ્તંભ ઉપર હવે સત્તાધારીઓ ના ઈશારે રંગકામ થઈ રહ્યું છે.
યુનેસ્કો 1997 થી દર વર્ષે 3 મેના રોજ વિશ્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ પ્રસંગે ગિલ્લેર્મો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ પણ આપવામાં આવે છે. આ એવોર્ડ એવી સંસ્થા અથવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેમણે પ્રેસની સ્વતંત્રતા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. અનોખી વાત એ છે કે ભારતના કોઈ પણ પત્રકાર કે સંસ્થાને હજી સુધી એવોર્ડ આપવામાં આવ્યો નથી.
પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી પાછળ યુનેસ્કોનો હેતુ સરકારોને યાદ અપાવવાનો છે કે તેઓને પ્રેસની સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબધ્ધતાનો આદર કરવાની જરૂર છે. મીડિયા કાર્યકરો, પત્રકારો માટે પ્રેસની સ્વતંત્રતા અને વ્યવસાયિક મૂલ્યોને યાદ રાખવાનો દિવસ પણ છે. આ દિવસ મીડિયામાંના લોકોના સમર્થન માટે છે જે પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે કામ કરતી વખતે વિરોધ અને જુલમનો ભોગ બન્યા છે.
આફ્રીકાના પત્રકારોએ પ્રેસની આઝાદી માટે વર્ષ 1991માં પહેલ કરી હતી. તે પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની આઝાદીના સિદ્ધાંતોને સંબંધિત એક નિવેદન જાહેર કર્યુ હતુ, જેને ડિક્લેરેશન ઑફ વિન્ડહોકના નામથી ઓળખવામાં આવે છે. ત્યારથી પહેલીવાર 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.
દુનિયામાં નિડર પત્રકારોને કેટલીય પરેશાનીમાંથી પસાર થતા હોય છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગી, ભારતીય પત્રકાર ગૌરી લંકેશ અને ઉત્તર આર્યલેન્ડના પત્રકાર લાયરા મક્કીની હત્યાએ એકવાર ફરીથી પ્રેસની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા છે.
વિશ્વભરમાં પત્રકારો અને પ્રેસને કેટલાય પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો કોઇ મીડિયા સંસ્થા સરકારની મરજીથી નથી ચલાવવામાં આવતી તો તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે. મીડિયા સંગઠનોને બંધ કરવા માટે પણ મજબૂર કરવામાં આવે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, ઘણા રાજ્યોમાં સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, જુઓ નવા ભાવ
36 વર્ષ પછી આ ગ્રહોના મહાસંયોગને કારણે જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, આ 3 રાશિના લોકો ખાસ સાવધાન રહેજો!
પત્રકારો સાથે મારપીટ કરવામાં આવે છે અને તેમને ધમકીઓ આપવામાં આવે છે. જે અભિવ્યક્તિની સ્વાતંત્રતા માટે અડચણરૂપ સાબિત થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં પ્રેસ ફ્રીડમ ડે મનાવવામાં આવે છે.
લેખક :દીપક જગતાપ