આજે તારી પાસે હું નથી અને મારી પાસે તું પણ નથી- કિરણ કારેણા
તું ધારે તો…
માન્યું સમજદાર હું પણ નથી તો નાસમજ તું પણ નથી
તું ધારે તો મનાવી શકે છે હું એટલી નારાજ પણ નથી.
હદની બહાર હું પણ નથી ને હદની અંદર તું પણ નથી
તું ધારે તો બધું ઠીક કરી શકે શું એટલી ફરજ પણ નથી
આજે તારી પાસે હું પણ નથી ને મારી પાસે તું પણ નથી
તું ધારે તો મને શોધી શકે પરંતુ લાગે હવે ગરજ પણ નથી.
હજુ ગઈ હું પણ નથી ને રોકાઈ જવાનું કહ્યું તે પણ નથી
તું ધારે તો રોકી શકે છે તમારે ત્યાં શું એ રીવાજ પણ નથી.
વિશ્વાસ હજુ તુટ્યો પણ નથી ને અકબંધ રહ્યો પણ નથી
તું ધારે તો બધું બરાબર કરી શકે એટલી ધીરજ પણ નથી.