જ્યાં જોવો ત્યાં વણ માંગી સલાહ અને અફવાઓ…. પારુલ અમિત ’પંખુડી’ના ધારદાર શબ્દો એકવાર ચોક્કસ વાંચવા જેવા

Lok Patrika
Lok Patrika
7 Min Read
Share this Article

સાવ ખોટો અફવાનો  સંવાદ નીકળે, સાચી સલાહ સમજે નહીં
ને, ઈશ્વરનો એમાંથી કંઇક ઈશારો નીકળે એમ પણ બને

“વણમાગેલી સલાહથી થાકી જવાય છે.
આ દરદ હવે તો સલાહથી પણ ઘવાય છે”

મેહુલ ત્રિવેદી(ઘાયલ મેઘ)  ખેરાળી ના શેર છે, કેટલી સાચી વાત છે, આપણને જે દર્દ, પીડા હોય છે એથી વઘુ દુઃખદ બધાની વણમાંગેલી સલાહ હોય છે.

અત્યારના સમયમાં આપણે અનુભવ્યુ હશે કે સલાહનો મારો ઉધઈ ની જેમ ફેલાઈ રહ્યો છે.જ્યાં જોવો ત્યાં વણ માંગી સલાહ અને અફવાઓ.

નો દાઉટ સલાહ આપણને જરૂરી છે , જયાં મૂંઝવણ હોય , બાધા દ્વાર બંધ હોય અને શું કરવું ના કરવું એ અવઢવમાં હોઈએ  ત્યાં સલાહ કામ આવે.
પરંતુ આપણાં સલાહકાર કોણ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
અર્જુનના સલાહકાર શ્રી કૃષ્ણ હતાં, અને દુર્યોધનના  મામા શકુનિ.
હવે સલાહ કોની માનવી એ આપણે જોવું રહયું.

કોઈ બિમારી આવી હોય અને એ  મટી જાય એના નુસખા અને પ્રયોગો એટલા બધા આવશે કે દર્દી બિચારો સાંભળીને જ અડધો હેબતાઈ જાય.
અચાનક આવા કપરું પરિવર્તન અને એમાં વણ માંગી સલાહ માનવીનું માનસિક સંતુલન બગાડી મુકે છે.
ખબર છે આપણી સાથે શું  થાય છે, આપણી ખબર અંતર કોઈ પૂછે તો આપણું સાંભળે એ પહેલાં એને શું થાય છે, આજુબાજુ વાળાને શું થયું, પેલો તો બિચારો મરી ગયો બોલો એને પણ આવું જ હતું, આવી બધી વાતો કરે.
ખરેખર જરૂર હોય છે માત્ર માનસિક સાથની એટલા વાક્યની  કે ચિંતા કરશો નહીં બધું સારુ થઈ જશે. પરંતુ આપણે તો ચિંતા આપીએ છીએ સામે વાળાને
અને નિંદા પણ ખરી.
*ક્ષમાની તુલ્યે નહીં કોઈ જાપ,
નિંદાની તુલ્યે નહીં કોઈ પાપ*”

કોરોના સમય દરમિયાન માનવ જીવન શૈલીમાં અચાનક આવી  ગયું  પરિવર્તન.ઘણું સમજાઈ ગયું આ સમય દરમિયાન આખરે વાસ્તવિકતા શું છે એ.
પરંતુ હતાશા જનક સંજોગોમાં સપડાઈને ડિપ્રેસનમાં આવી જઈએ નકામી સલાહ અને અફવાઓ સાંભળીને.
જરૂર છે  સમસ્યાનો હલ, અવરોધો નો સામનો કરી જીવનમાં નવા બદલાવ સાથે આપણા જીવનનું પુરુત્થાન કરવાનો.
નિરાશા, હતાશા, ક્રોધ, ચિંતા વગેરે સાથે પણ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ફરી પાછા પરિપૂર્ણ થઇ જ ગયા હતાં. હવે ફરીથી એ જ કરવાનુ છે. અનુભવેલું .

ત્યારે  શું થયું? પરીક્ષા રદ થઈ હતી, સ્કૂલો બંધ થઈ હતી, સ્મશાનમાં કેટલાં મૃત દેહો હતાં,  કૅમ થયું? શું કામ થયું? કોણે કર્યું? હવે શું કરીશું?
દૂર કરીએ બધી નિંદા ને વળગી પડીએ નવા લક્ષ અને નવા નિયમો  અને  સ્વસ્થ જિંદગીને માણવા.
ડરી ડરીને જીવવું નથી પણ સમજદારી પૂર્વક જીવવું છે .
ખુદ ને પોતાની (માનવીય)ભૂલો ને માફ કરી આગળ  વધીએ, આપણી જ ભૂલો આપણે સરકાર કે બીજાકોઈ પર દોષનો પોટલો આપી કઈ કરી ના શકીએ.

“ચાલો ભય છોડીને નવા નિયમ સાથે જીંદગી જીવીએ.
નીકળે કંઇક અનોખું કુદરતનાં ખજાનામાંથી એમ પણ બને”

સ્વીકારવું રહ્યું આપણી જ ભૂલના કારણે આપણે ભોગવવું પડે છે, સામાન્ય નિયમો ના અનુસારીને.
“શ્વાસ જે પ્રવેશે છે, ભીતરમાં
એ વિખેરી નહીં શકે કોઈ
પૂર્ણવિરામ નહીં જ..
અલ્પ ભોગવીશ
પણ ચાલીશ ધીમા પગલે
મૂળ વાત સમજાઈ હવે,
છું એટલે જ અડીખમ આજે”…

યાદ છે આટલા વર્ષ આપણે શું કર્યું, માત્ર કામ અને કંઈક બનવાની ઝંખનામાં, દેખાદેખીમાં આપણે આપણા સ્વાસ્થ્ય સામે જોયું જ નથી.
પોતાને શક્તિશાળી ગણતો માણસ દુનિયામાં જાણતા અજાણતા એટલો ગતિશીલ અને યંત્રવત્‌ બની ગયો હતો કે એને પ્રતિભા, વિકાસ, દેખાદેખી અને શ્રેષ્ઠતા સિવાય કંઈજ દેખાતું નહોતું.
પરિવાર, ઉત્સવ, ઉત્સાહ જાણે ભૂલી જ ગયો હતો.
પ્રગતિ, જીનિયસ બનવા પાછળની આંધળી દોટમાં એ કુદરત, પરિવાર કે ખુદ પોતાની નજરમાં પ્રામાણિક નહોતો રહી શક્યો.
ક્યાંકને ક્યાંક એ મોકળાશ, નિરંતર શાંતિ અને આઝાદી  ઝંખતો જ હતો.
પોતાને સર્વ શ્રેષ્ઠ ગણતો એ બીજા ગ્રહ પર પણ જીવન શોધવા લાગ્યો હતો.
પણ !કુદરત આખરે કુદરત..
માનવીની દરેક ભૂલો ને ક્ષમા કરી એને  લોકડાઉન નામનો પ્રોગ્રામ આપ્યો છતાં બધું ઠેર ને ઠેર.. અને ફરી હુમલો આવ્યો કોરોનાનો.

કેટલી ભૂલો આપણી અને સજા ભોગવી, જેવી કે વતન છોડીને કામ કરવા નીકળ્યા, પાછું વળીને જોયું નહીં, ભણતર ના બોજમાં ધકેલી દેતા બાળકો, રજા માટે તરસતા કર્મચારીઓ, કે પત્ની અને બાળકો ને સમય ના ફાળવનાર પતિ, હોટેલમાં  વાતે વાતે મીજબાની કરતા માનવી,આડેધડ શોપિંગ, બ્યુટી પાછળ, ફિટનેસ પાછળ આડેધડ ઉડવાતા પૈસા આ બધો બોધપાઠ મળી ગયો આપણને.
કહેવાય છે કે ઈશ્વરની લાઠી માં અવાજ નથી હોતો.

જાણે બધાની એકસાથે સજા અને સાચું ભાન  કરાવવા જ ઈશ્વરે કોવિડ 19 જે માનવ સર્જિત જ છે એના સકારાત્મક પાસા રૂપે માણસને આખરે જોઈએ છે  શું? એના વિશે માહિતગાર કર્યો હશે.પરિવાર અને પર્સનલ લાઈફમાં નિષ્ક્રિય બનેલો માનવી પોતાનાથી જ પરિચિત થયો. અને માનવીય મૂલ્યો નું હાર્દ, વિશ્વના ધર્મ, વિજ્ઞાન, ટેક્નોલોજી, શિક્ષણ બધું જ ઠરીઠામ થઇ ગયું.
જીવન ના કેટલાય શાસ્વત સત્યો ઉજાગર થઇ ગયા, આ સમય દરમિયાન.
જે  પળભર પણ ધીરજ ધરી શકતો નહોતો, પોતાની મરજી ના મરજી સામે ટેક્નોલોજી ને તાબે થઈ ગયો હતો. એ આજે જીવનનો સાચો અર્થ સમજી જ ગયો.

આ બધી સમસ્યા ઉકેલવા  જાણે  એક એવું ક્ષમાનું અમોઘ શસ્ત્ર કે જે હાથવગું રાખવાથી સુખ-ચેન ને શાંતિની જિંદગી મળે છે…તે છે  સ્વ સાથે  સંવાદ અને પરિવાર સાથેની આત્મીયતા.
ખુદ ને જ ક્ષમા કરવા જેવો કોઈ જાપ નહીં  ‘ક્ષમાની તુલ્યે નહીં કોઈ જાપ, નિંદાની તુલ્યે નહીં કોઈ પાપ.’ આજના આ ફાસ્ટ ક્લચરમાં  કુટુંબ નાનું તેમજ  તૂટું તૂટું થઈ રહ્યું હતું.
એક જ કુંટુંબની વ્યક્તિઓ વચ્ચે વિસંવાદિતા અને વિરોધનું વાતાવરણ જોવા મળતું હતું તે આજે એકરાગ થયાં છે.
એક જ કુટુંબમાં સાથે વસતાં, અને એકજ કંપની માં કામ કરતા સૌ જે બન્યું ભૂતકાળ માં, પૈસા, પ્રોમોશન, કારકિર્દી પાછળ ની ખોટી ઘેલછા એ આ સઘળાં પાત્રો જો ખુદ ને અને બીજા ને ક્ષમાનો એક જ ગુણ કેળવવાનો અભ્યાસ કરે તો એનાં અદ્‌ભુત પરિણામો પ્રાપ્ત થશે.
આ સમય દરમિયાન કુટુંબીજનો એકબીજાની આવડત,  ગમા, અણગમાને  સહર્ષ સ્વીકારવા સક્ષમ અવશ્ય બન્યા જ છે.
લોકડાઉન પછી નું જીવન થોડું  અલગ જરૂર હશે, પણ ચાલો સ્વીકાર કરી આગળ વધીએ નવા ઉડાન તરફ સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને જરૂરી નિયમોનું પાલન કરીને.
ભય, આર્થિક કટોકટી જેવા પ્રશ્નો ને સહજતાથી લઈને એક સકારાત્મક વિચારક બનીએ.
આસપાસ ના સંજોગો, પરિસ્થિતિઓ બદલવા લાગે ત્યારે વિચારસારણીને નકારાત્મકતા થી દૂર રાખી નવી શક્યતા વિશે વિચાર કરી નવું સર્જન એક સાહસ સાથે કરવું જ રહ્યું.

માત્ર કલ્પના કરતા રહેવું અને વાતો કરવા કરતા રહેવું અર્થહીન છે. બદલાયેલી પરિસ્થિતિ સામે નવનિર્માણ તરફ ડગ  માંડીએ.
ચાલો ભય છોડીને નવા નિયમ સાથે જીંદગી જીવીએ.

પારુલ અમિત”પંખુડી
[email protected]
7201001482


Share this Article
Leave a comment