અંબાજી મંદિરે પૂનમ ભરતા યાત્રિકો માટે અગત્યના સમાચાર, દેવ દિવાળીના દિવસે આ કારણે અંબાજી મંદિર રહેશે બંધ

પ્રહલાદ પૂજારી, અંબાજી: ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે દર મહિને પૂનમ ભરવા લાખોયાત્રી કો અંબાજી મંદિરે આવતા હોય છે જ્યારે કાર્તિક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે મા અંબાના દર્શનનો અનેરો મહત્વ હોય છે લોકો દૂર દૂરથી પૂનમે માતાજીના દર્શને આવતા હોય છે પણ આ દેવ દિવાળીના પર્વ ઉપર ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિર ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પૂનમની આરતી સવારે ૦૪:૦૦ થી ૦૪:૩૦ સુધી રહેશે અને દર્શન સવારે ૦૪:૩૦ થી ૦૬:૩૦ કલાક સુધી રહેશે ત્યારબાદ ચંદ્રગ્રહણનો વેદ સવારે ૦૬.૩૦ થી રાત્રે ૦૯-૦૦ કલાક
સુધી દિવસ દરમિયાન મંદિર બંધ રહેશે..

અંબાજી મંદિર ખાતે પૂનમ ભરતા યાત્રિકો માટે અગત્યના સમાચાર

તા.૦૮-૧૧-૨૦૨૨ મંગળવાર કારતક સુદ પુનમ ના દિવસે

સવારે આરતી ૦૪:૦૦ થી ૦૪:૩૦ અને
સવારે દર્શનઃ ૦૪:૩૦ થી ૦૬:૩૦ કલાક સુધી રહેશે

ચંદ્રગ્રહણનો વેદ સવારે ૦૬.૩૦ થી રાત્રે ૦૯-૦૦ કલાક સુધી લાગતો હોવાથી અંબાજી મંદિર દિવસ દરમિયાન બંધ રહેશે..

Translate »