Gujarat News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતમાં લગભગ 4.9 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ઈવીએમ સ્તરે પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 51,000 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. સુરક્ષાને લઈને પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લામાં મતદાનને લઈ અનોખી પહેલ કરવામાં આવી છે.
વિગતો મળી રહી છે કે ભાણવડના ગડુ ગામના નવયુવાન સગર નયન પિપરોતર દ્વારા પારિવારિક પ્રસંગોમાં લોકો મતદાન પ્રત્યે સજાગ થાય એવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલમાં સમગ્ર પંથકમાં આ ઝુંબેશના વખાણ કરવામાં આવી રહ્યા છે અને બીજા યુવાનો પણ પ્રેરણા લઈ રહ્યાં છે.