Vicky Kaushal Katrina Kaif Wedding: વિક્કી કૌશલ સારા અલી ખાન સાથે તેની આગામી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે કેટરીના કૈફ અને તેની વચ્ચેના સંબંધો અને પોતાના લગ્નને લઈ ઘણી રોચક વાતો શેયર કરી. તેણે જણાવ્યું કે, લગ્નના એક દિવસ અગાઉ તે કેવો દારૂના નશામાં ધૂત હતો અને શું થયું જ્યારે લગ્નમાં તેમની પંજાબી અને કેટરીનાના યુએસના સંબંધીઓ મળ્યા.
લગ્નના એક દિવસ અગાઉ દારૂના નશામાં ધીત હતો વિક્કી કૌશલ
પોતાના લગ્ન અંગે ચર્ચા કરતાં વિક્કી કૌશલે કહ્યું, ‘એક દિવસ અગાઉ, હું દારૂના નશામાં ધૂત હતો અને લગ્નના એક દિવસ પછી મને હૈંગઓવર હતો. ખરેખર, સાચું છે. ઘણી મસ્તી કરી અમે.’
શું થયું જ્યારે મળ્યા પંજાબી અને યુએસના લોકો
વિક્કી કૌશલે પોતાના લગ્ન અંગે વાત કરતાં એ પણ કહ્યું કે, ‘અમારા લગ્નમાં સ્પષ્ટ ખ્યાલ હતો કે, વર પક્ષના કોણ છે અને કન્યા પક્ષના કોણ છે. એક સમગ્ર પંજાબથી અને એક યુએસથી, બધા બારમાં હતા. પરંતુ જમવાના મામલે પંજાબીઓને કોણ હરાવી શકે છે.’
આ દિવસે રિલિઝ થશે ‘જરા હટકે જરરા બચકે’
વિક્કી કૌશલની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. જેને જોયા પછી આ ફિલ્મ વિશે તમારી એક્સાઇટમેન્ટ ઘણી વધી જશે. જ્યારે ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મની રિલિઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ બે જૂન ૨૦૨૩ના રોજ થિયેટર્સમાં રિલિઝ થશે. જણાવી દઇએ કે, ‘જરા હટકે જરા બચકે’માં વિક્કી કૌશલ અને સારા અલી ખાન પ્રથમ વખત એક સાથે જોવા મળશે.
૨૦૨૧માં વિક્કી-કેટના લગ્ન થયા હતા
વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ નવ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્નના બંધને બંધાયા હતા. બંનેએ પોતાના ખાસ મિત્રઓ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા.