અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ દેશ-દુનિયાના થિયેટરોમાં હિટ થઈ છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાની પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યા. અલ્લુ અર્જુન ફિલ્મને મળી રહેલા પ્રેમ વચ્ચેની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. અલ્લુ અર્જુન સામે કેસ નોંધવામાં આવ્યો છે. 4 ડિસેમ્બરની રાત્રે ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. હૈદરાબાદના એક થિયેટરમાં શ્વાસ રૂંધાવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. ફિલ્મના સ્ક્રીનિંગ અને અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાની એક ઝલક જોઈને ભીડ ઉમટી પડી હતી. ત્યાં અચાનક દોડધામ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. પુષ્પા-2ના હીરો અલ્લુ અર્જુન સામે આ જ મહિલાના મોત મામલે કેસ નોંધવામાં આવ્યો છે. તે ભાગદોડમાં 35 વર્ષીય રેવતીનું મોત નીપજ્યું હતું. તેમનો 13 વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.
હવે સવાલ એ થાય છે કે થિયેટરમાં સ્ક્રીનિંગ દરમિયાન દોડધામના કારણે મહિલાનું મોત થયું હતું તો અલ્લુ અર્જુન સામે કેસ કેમ દાખલ કરવામાં આવ્યો? પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્લુ અર્જુન તેને કહ્યા વગર જ થિયેટર પહોંચી ગયો હતો. આ કારણે ત્યાં દોડધામ મચી ગઈ હતી. અલ્લુ અર્જુનની ટીમ તરફથી તે આવી રહ્યો છે તેવી અગાઉ કોઇ માહિતી મળી ન હતી. આ હોવા છતાં, તેના આગમનની આશામાં એટલું ટોળું એકઠું થયું કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનના આવવાની જાણકારી માત્ર થિયેટર મેનેજમેન્ટને જ હતી, પરંતુ તેમ છતાં તેમણે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી નહોતી કે ન તો અભિનેતાની ટીમ માટે અલગથી એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવ્યા હતા.
4 ડિસેમ્બરની કાળી રાત
4 ડિસેમ્બરે રાત્રે લગભગ 9.30 વાગ્યે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને મ્યુઝિક ડાયરેક્ટર દેવી શ્રી પ્રસાદ સાથે થિયેટરના પ્રીમિયર શો માટે પહોંચ્યા હતા. એવા અહેવાલ છે કે તેના અંગત સુરક્ષા રક્ષકોએ રસ્તો બનાવવા માટે ભીડને દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આને કારણે પહેલેથી જ અસ્તવ્યસ્ત પરિસ્થિતિ વધુ વણસી હતી. અલ્લુ અર્જુન પછી ચાહકોએ અંદર જવાનો પ્રયાસ શરૂ કર્યો. જેના કારણે થિયેટરની નીચેની બાલ્કનીમાં અંધાધૂંધી સર્જાઇ હતી. અને આ જોઇને દોડધામ મચી ગઇ હતી.
રેવતીનું મૃત્યુ કેવી રીતે થયું?
આ ભાગદોડમાં રેવતી અને તેનો પુત્ર ટોળામાં ફસાઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફરજ પરના પોલીસ અધિકારીઓએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં તો તે ગૂંગળાઈ ગયો હતો. મહિલાને સીપીઆર આપવામાં આવ્યું હતું. આ પછી તેને તરત જ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. આખરે તેમને દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના પુત્રની સારવાર ચાલી રહી છે. હાલ તે ખતરાથી બહાર છે.
અલ્લુ અર્જુન પર શું છે આરોપ?
બનાવના પગલે મૃતકના પરિવારજનોએ ચિકદપપલ્લી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 105 અને 118 (1) અને કલમ 3 (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ ઝોન) અક્ષાંશ યાદવે જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર અભિનેતા અલ્લુ અર્જુન, થિયેટર મેનેજમેન્ટ અને તેની સુરક્ષા ટીમને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. આપણે એ શોધવાનું છે કે તે રાત્રે તેમની સિક્યોરિટી ટીમમાં કોણ કોણ હાજર હતું અને કોણે લોકોને ધક્કો માર્યો હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી? અમારી ટીમ ત્યાં હતી અને પોલીસ તરફથી કોઈ ભૂલ થઈ ન હતી. તપાસ ચાલુ છે.”
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
હરતું ફરતું પાણીપુરીનું મશીન, પાણીપુરી મેનને જોઈ મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, VIDEO વાયરલ
આ છે બાબા વાંગાની વર્ષ 2025ની ભવિષ્યવાણી, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે મોટા ફાયદા!
હવે આગળ શું થશે ?
પોલીસ અધિકારીઓએ તમામ દોષી પક્ષો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. થિયેટર મેનેજમેન્ટ અને અલ્લુ અર્જુનની સિક્યોરિટી ટીમ તરફથી કોઈ ચૂક થઈ છે કે કેમ તેની જવાબદારી નક્કી કરવા તપાસ ચાલી રહી છે. તપાસમાં જો કોઇ દોષી સાબિત થશે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.