Allu Arjun First Video After Released From Jail : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જેલમાં એક રાત વિતાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે ફિલ્મ ‘પુષ્પા 2 – ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના મામલે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં અલ્લુ અર્જુનને તેલંગાણા કોર્ટે જામીન આપ્યા હતા. આમ છતાં અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી. અલ્લુ જેલના પાછળના દરવાજેથી ઘરે પાછો ફર્યો. જેલમાંથી છૂટ્યા બાદ એક્ટરનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. થોડા કલાકો પછી સમાચાર આવ્યા કે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જો કે બાદમાં તેલંગાણા હાઈકોર્ટે તેમને 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન આપી દીધા હતા. પરંતુ તેમ છતાં તેને જેલમાં રાત વિતાવવી પડી હતી. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ તેનો પહેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ વાયરલ થયો વીડિયો
આ વીડિયોમાં અલ્લુ અર્જુન પોતાની બીએમડબલ્યુ કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. તે કારની આગળની સીટ પર ‘ઝૂકશે નહીં’ સ્ટાઇલમાં બેઠેલો જોવા મળ્યો હતો. અહીં જુઓ વીડિયો:
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun released from jail.
He was taken to Chanchalguda Central Jail yesterday after a Court sent him to a 14-day remand. Later, he was granted interim bail by Telangana High Court on a personal bond of Rs 50,000. pic.twitter.com/Xqu3KpBAt6
— ANI (@ANI) December 14, 2024
સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ, MCX પર ભાવ ઘટ્યા; પરંતુ બજારમાં ખરીદી મોંઘી થશે
‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શા માટે હૈદરાબાદ પોલીસે તેને પકડ્યો
મુક્ત થયા પછી તેણે જેલમાં રાત કેમ વિતાવી?
અલ્લુ અર્જુનની મુક્તિ પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું છે કે કોર્ટના આદેશ અનુસાર અલ્લુ અર્જુનને ગઇકાલે (13 ડિસેમ્બર) છોડી દેવો જોઇતો હતો. જે ન થઈ શક્યું. હકીકતમાં, રાત્રે કથિત રીતે એવું કહેવામાં આવ્યું હતું કે જામીન હુકમની નકલો ઓનલાઇન અપલોડ ન થવાને કારણે અલ્લુ અર્જુનને મુક્ત કરી શકાયો નથી. અધિકારીઓએ તેમના રહેવા માટે ક્લાસ-1ની બેરેક તૈયાર કરી હતી.