Entertainment News : સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલની (Amisha Patel ) ફિલ્મ ગદર 2એ (gadar 2) બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો અને દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી હતી, પરંતુ ફિલ્મના કલાકારો પણ ઘણીવાર એકબીજા પર નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જેના પર ઉત્કર્ષે હવે જવાબ આપ્યો છે.
ઉત્કર્ષ શર્માએ અમીષાના નિવેદન વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મને અમિષાજી સાથે કોઈ સમસ્યા નથી. તમને જણાવી દઈએ કે અમીષાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મને અનિલ જી માટે ખરાબ લાગે છે, કારણ કે તેમણે ગદર 2માં પોતાના પુત્ર ઉત્કર્ષને આગળ વધારવાની કોશિશ કરી હતી, પરંતુ તારા અને સકીનાએ લાઇમલાઇટ ચોરી લીધી હતી.
અમિષાના નિવેદન પર ઉત્કર્ષે શું કહ્યું?
અમીષાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉત્કર્ષે કહ્યું, “મને નથી સમજાતું કે તે શા માટે કહેશે કે, જ્યાં સુધી લાઇમલાઇટની વાત છે, મને ખબર નથી કે કલાકારો કેવા પ્રકારની લાઇમલાઇટ શોધી રહ્યા છે. ફિલ્મમાં જો તમારી પાસે એક પણ સીન હોય તો પણ તમે પ્રભાવ પાડી શકો છો અને ગદર 2ના તમામ કલાકારોને તેમના કામ માટે પ્રશંસા મળી રહી છે, કદાચ તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, હું આશા રાખું છું કે તમે આવું કંઇ નહીં કહી શકો.”
પિતા સિવાયની ફિલ્મમાં નોકરી ન મળવા અંગે પૂછવામાં આવતા ઉત્કર્ષે કહ્યું હતું કે ,”તમારા પિતા તમને ડિરેક્ટ કરી રહ્યા હોય તો પણ પૈસા રોકવાની વાત આવે છે.તમે આ ઈન્ડસ્ટ્રીમાં પાંચ હજાર લોકોને જાણતા હશો, પરંતુ જો તેઓ રિસ્ક લઈને પોતાના પૈસા તમારા પર લગાવી રહ્યા છે, તો તેનું કારણ એ નથી કે તમે કોઈ વ્યક્તિના દીકરા છો, પરંતુ એટલા માટે કે તેઓ જુએ છે કે તમારામાં કંઈક એવું છે જે તેમને નફો અપાવી શકે છે.
BREAKING: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ EDએ કરી આકરી કાર્યવાહી
11 ગુંબજ, 324 થાંભલા… નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું હશે બીજું ખાસ?
ઉત્કર્ષ શર્માએ વર્ષ 2018માં જિનિયસ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર અગાઉ ઉત્કર્ષે બે-બે ફિલ્મો કરી છે, બંને પોતાના પિતાના ડિરેક્શનમાં છે. આ કારણે કેટલાક લોકો તેને સવાલ કરે છે કે, હજુ સુધી બીજા કોઈએ તેને કાસ્ટ કર્યો નથી.