સલમાન ખાન: ” આજ મેરે ભાઈ કી શાદી હૈ”, અરબાઝ ખાન 24 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે કરશે લગ્ન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન 24 ડિસેમ્બરે મુંબઈમાં ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજરી આપશે. અરબાઝ પહેલા જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો હતો. જ્યોર્જિયા પહેલા, તે મલાઈકા અરોરા સાથે હતો અને તેઓએ 2017 માં છૂટાછેડા લીધા. મળતી માહિતી મુજબ આ લગ્ન મુંબઈમાં થશે.

સલમાન ખાનનો ભાઈ અને એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાન હવે તેની નવી ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અરબાઝ તેની અંગત જીવનને લઈને ઘણા સમયથી સમાચારોમાં છે. લગભગ એક વર્ષ પહેલા અરબાઝે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ કર્યું હતું. જ્યોર્જિયાએ થોડા સમય પહેલા બ્રેકઅપની વાત કરી હતી. હવે અરબાઝ ખાનના જીવનમાં એક નવી છોકરી આવી છે.

મળતી માહિતી મુજબ અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ યુવતીનું નામ શૌરા ખાન છે. અરબાઝ ખાન અને શૌરા ખાનના લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે શૌરા ખાન સાથે લગ્ન કરશે. આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.

શૌરા ખાન સાથે પ્રથમ મુલાકાત

અરબાઝ અને શૌરા ખાનની પહેલી મુલાકાત ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં અરબાઝ ખાન જોવા મળશે. શૌરા ખાન વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે અને બોલિવૂડમાં સક્રિય છે. તેણે રવિના ટંડન અને તેની પુત્રી રાશા સાથે પણ કામ કર્યું છે.

મલાઈકા અરોરા સાથે 2017માં કર્યા છૂટાછેડા

જ્યોર્જિયા એન્ડ્રિયાની પહેલા તેણે મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે. પરંતુ 2016માં અરબાઝ ખાન અને મલાઈકાએ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી અને પછી 2017માં છૂટાછેડા લઈ લીધા. અરબાઝ અને મલાઈકાના લગ્ન 1998માં થયા હતા. તેઓ લગ્ન પહેલા કેટલાક વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા.

જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ

વિલંબથી PAN-Aadhar લિંક કરનારાઓના દંડથી સરકારની તિજોરી ભરાઈ, આશરે 2,125ની થઈ આવક

અયોધ્યાની રોનકમાં લાગશે ચાર ચાંદ, ભગવાન શ્રી રામના સાસરેથી આવશે પાઘડી, પાન અને મખાનાની ભેટ

Gujarat: ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ

શૌરા પહેલા અરબાઝ ખાન જ્યોર્જિયાને ડેટ કરતો હતો. જ્યોર્જિયાએ ‘પિંકવિલા’ સાથેની વાતચીતમાં અરબાઝ સાથેના તેના બ્રેકઅપ વિશે વાત કરી અને કહ્યું કે તેના દિલમાં અરબાઝ માટે હંમેશા લાગણી રહેશે અને તે એક સારો મિત્ર રહેશે.


Share this Article